છોટાઉદેપુર : માઁ રમાબાઈ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે મફત નિદાન સારવાર કેમ્પ ઓરસંગ હોસ્પિટલ ખાતે યોજાશે

છોટાઉદેપુર, ચારણ એસ વી :-

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શેન હેઠળ ડો. બાબાસાહેબ આંબેડકરજીના ધર્મપત્ની “ત્યાગમૂર્તી” માતાશ્રી રમાબાઈ આંબેડકરજીની તા. ૭ ફેબ્રુઆરીના રોજ જન્મજયંતિ નિમિત્તે ગુજરાતના ૩૩ જિલ્લા અને ૮ મહાનગર ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચો અને ડોકટર સેલના સંયુક્ત ઉપક્રમે “મહિલાઓને લગતા રોગ અને તેના નિદાન માટે નિશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.જે અંતર્ગત છોટાઉદેપુર અનુ.જાતિ મોરચા અને ડોકટર સેલ દ્વારા ૭ ફેબ્રુઆરીના રોજ આયોજિત માઁ રમાબાઈ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાની મહિલાઓ માટે મફત નિદાન સારવાર કેમ્પનું આયોજન છોટાઉદેપુર ઓરસંગ હોસ્પિટલ ખાતે બપોરે ૧૨ થી ૪ કલાક સુધી છોટાઉદેપુર જિલ્લા અધ્યક્ષ ઉપેન્દ્રભાઈ રાઠવાના નેજા હેઠળ રાખવામાં આવેલ છે.આ મફત નિદાન સારવાર કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સશકિતકરણને પ્રોત્સાહન આપવાનો હોવાનું છોટાઉદેપુર જિલ્લા અનુસુચિત જાતિ મોરચા અધ્યક્ષ અશોકભાઈ તથા જિલ્લા ચિકીત્સા સેલના ડો.સ્નેહલભાઈ રાઠવાએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here