૨૧-છોટાઉદેપુર લોકસભા બેઠક ઉપર સરેરાશ ૬૯.૧૫ ટકા મતદાન થયું

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

સૌથી વધુ નાંદોદ વિધાનસભા બેઠક પર ૭૩.૪૪ ટકા અને છોટાઉદેપુર વિધાનસભા બેઠક પર ૬૬.૮૭ ટકા મતદાન

૬ ઉમેદવારોનું ભાવિ ઈ.વી.એમ.માં સીલ, તા. ૪ જૂન ના રોજ મતગણતરી

લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ૨૧-છોટાઉદેપુર લોકસભા મતવિભાગમાં યોજાયેલ મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થવા પામ્યું છે. છોટાઉદેપુર લોકસભા મતવિભાગના સાતેય વિધાનસભા મતવિભાગ માટે સરેરાશ ૬૯.૧૫ ટકા જેટલું મતદાન નોંધાયું છે.

૨૧-છોટાઉદેપુર લોકસભા મતવિભાગમાં સમાવિષ્ટ ૭ બેઠકો ઉપર સરેરાશ ૬૯.૧૫ ટકા મતદાન થવા પામ્યું છે, જેમાં સૌથી વધુ નાંદોદ બેઠક પર ૭૩.૪૪ ટકા તથા છોટાઉદેપુર બેઠક પર ૬૬.૮૭ ટકા જ્યારે હાલોલ બેઠક પર ૬૮.૭૦ ટકા, જેતપુર બેઠક પર ૬૭.૪૫ ટકા, સંખેડા બેઠક પર ૭૧.૦૧ ટકા, ડભોઈ બેઠક પર ૬૭.૮૪ ટકા અને પાદરા બેઠક પર ૬૯.૧૯ ટકા મતદાન નોંધાયું છે.

નોંધનીય છે કે, ૨૧-છોટાઉદેપુર લોકસભા મતવિભાગ માટે યોજાયેલ ચૂંટણી માટેની મતગણતરી આગામી તા.૦૪/૦૬/૨૦૨૪ ના રોજ થનાર છે. હાલ તો ઉમેદવારો ના ભાવી મતદારો એ ઇ વી એમ માં કેદ કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here