નર્મદા જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્ધારા જનજાગૃતિ શિબિરનુ આયોજન

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

શિબિર થકી બાળકોમાં જાગૃતતા કેળવવાનો સરાહનીય પ્રયાસ

સરળ ભાષામાં વાર્તા સ્વરૂપે બાળકોને શિક્ષણ, પોષણ, આરોગ્ય સહિત બાળલગ્ન અને બાળમજુરી વિશે જાગૃત કરાયા

નર્મદા જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત કાયદાકીય તથા જાગૃતિકરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી જે.બી. પરમારના માર્ગદર્શન હેઠળ વિભાગના ફિલ્ડ ઓફિસર સુશ્રી પાયલબેન દેગડવાલાએ બાળકોને સારો અને ખરાબ સ્પર્શ, પોક્સો એક્ટ, બાળ લગ્ન, બાળમજુરી જેવા વિષયોને આવરીને સરળ ભાષામાં વાર્તા સ્વરૂપે વિસ્તૃત સમજ પુરી પાડી હતી.

ડિસ્ટ્રીક્ટ હબ ફોર એમ્પાવર ઓફ વુમન – ટીમ નર્મદા તેમજ વિભાગમાંથી ચિરાગભાઈ વસાવા સહિતના ફિલ્ડ ઓફીસર દ્વારા સમયાંતરે તાલુકે-તાલુકે, ગામેગામ પ્રાથમિક શાળાઓ, આંગણવાડી કેન્દ્રોમાં જઈને બાળકોને વાર્તા સ્વરૂપે સેફ અને અનસેફ ટચ, સ્વયંસુરક્ષા સહિત શિક્ષણ, પોષણ અને આરોગ્ય સંબંધિત માહિતી વિભાગ દ્વારા પુરી પાડવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, વિભાગ દ્વારા અનેક યોજનાઓનો ઉદ્દેશ્ય મહિલા અને બાળકોના કલ્યાણ અને સશક્તિકરણનો છે. મહિલા અને બાળકોના કલ્‍યાણ માટે કુટુંબ કલ્‍યાણ, શિક્ષણ, આરોગ્‍ય, પોષણ, આરોગ્‍ય શિક્ષણ, ન્‍યાય અને સમાનતા જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવે છે. ઘરેલુ હિંસા, મહિલાને મિલકતનો અધિકાર, દહેજ પ્રતિબંધ, જાતિય સતામણી સામે રક્ષણ અને મહિલાઓનું અશ્‍લિલ ચિત્રણ જેવી મહિલાઓને સ્‍પર્શતી સમસ્‍યાઓના ઉકેલ માટે પણ વિભાગ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ હાથ ધરીને નાગરિકોને જાગૃત કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here