છોટાઉદેપુર : ઝોઝ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ કિં.રૂ. ૨૯,૩૪૦/- નો પ્રોહી ગણનાં પાત્ર કેસ શોધી કાઢતી ઝોઝ પોલીસ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદિપસિંહ પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ વડોદરા તથા આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની/જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારુ બંધીના કાયદાનો કડક અમલા થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાનાં તમામ થાણા અમલદારશ્રીઓને પ્રોહીની પ્રવૃત્તિ-હેરાફેરી કરતાં ઈસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચના આપવામા આવેલ જે અધારે I/C ડી.કે.રાઠોડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવીઝન વિભાગ છોટાઉદેપુર નાઓનાં સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ પી.એચ.વસાવા.પોલીસ ઇન્સ્પેક્ટર તથા ઝોઝ પોલીસ સ્ટેશનના સ્ટાફના પોલીસ માણસો સાથે આપ સાહેબ નાઓને બાતમી મળેલ કે એક સફેદ કલરની બોલેરો ગાડીમાં વિદેશી દારૂ ભરી કેવડી ગામે જંગલમાં કટીંગ કરનાર હોય તેવી ચોક્કસ બાતમી હકીકત આઘારે ઝોઝ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફનાં માણસો સાથે કેવડી ગામે જંગલવાળા ભાગે સદર સફેદ કલરની મહિન્દ્રા કંપનીની બોલેરો ગાડી જેનો રજી. નં.GJ-07-BN-5444 જેના ચાલક રોહિતભાઇ કનીયાભાઇ જાતે.તોમર રહે.ધક્કાપુરા પટેલ ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર(મધ્ય પ્રદેશ) નાનો પોતાના કબ્જાની બોલેરો ગાડીમાંથી પ્લાસ્ટીકના હોલ, પ્લા.ના ક્વાટરીયા તથા પતરના ટીન બીયર મળી કુલ નંગ-૨૨૮ જેની કિંમત રૂપીયા-૨૯,૩૪૦/- નો ગેર કાયદેસરનો વિદેશી દારૂ જંગલવાળા વિસ્તારમાં ઉતારી દઇ તેની ગાડી રોકવાનો પ્રયત્ન પોતાની બોલેરો ગાડી લઇ નાશી પકડાયેલ નહી ત્યારબાદ સદર જંગલ વાળા વિસ્તારમાં તપાસ કરતાં ત્યાં ૦૬ ખાખી કલરના પુઠાના બોક્સ તથા ૦૧ લાલ કલરના બોક્સ માં ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ છુટી છવાયી પેટીઓમાં (૧) ગોવા સ્પિરીટ ઓફ સ્મુથનેસ વ્હીસ્કી ૭૫૦ મી.લીના કંપની શીલબંધ પ્લાસ્ટીકના હોલ નંગ-૧૨ કિ.રૂ.૫,૩૪૦/- તથા (૨) ગોવા સ્પિરીટ ઓફ સ્મુથનેસ વ્હીસ્કી ૧૫૦ મી.લીના કંપની શીલબંધ પ્લાસ્ટીકના ક્વાટરીયા નંગ-૧૯૨ કિ.રૂ.૨૧,૧૨૦/- તથા (૩)માઉન્ટ્સ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર ૫૦૦ મી.લી.ના પતરાના ટીન બીયર નંગ-૨૪ કિં.રૂ.૨,૮૮૦/- મળી કુલ રૂપિયા ૨૯,૩૪૦/-નો ગેરકાયદેશર ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવેલ. અને કુલ રૂપિયા ૨૯,૩૪૦/-નો પ્રોહી ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
-:કબ્જે કરવામા આવેલ મુદામાલ:- (૧) GOA Spirit Of smoothness Whisky ની પ્લાસ્ટીકની કુલ બોટલો નંગ-૨૦૪ કિં.રૂ.૨૬,૪૬૦/-
(૨) માઉન્ટ-૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયરની કુલ બોટલો નંગ-૨૪ કિં.રૂ.૨,૮૮૦/-
વોન્ટેડ આરોપી :- રોહિતભાઇ કનીયાભાઇ જાતે.તોમર રહે.ધક્કાપુરા પટેલ ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર(મધ્ય પ્રદેશ)
-:સારી કામગીરી કરનારઅધિકારી/કર્મચારી:-
(૧) પી.એચ.વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર
(૨) H.C. કમલસિંહ દિલીપસિંહ બ.નં.૩૩૮
(૩) H.C. નટુભાઇ વિરસીંગભાઇ બ.નં.૧૨૭
(૪) PC અરવિંદભાઇ નંદુભાઇ બ.નં.૮૪૯
(૫) PC જશુભાઇ અજાભાઇ બ.નં.૧૯૧
(૬) PC જયવંતસિંહ દાદુભા બનં.૯૬૫
(૭) Pc હિરાજી રામાજી બ.નં.૦૨૬૮.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here