જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ગોધરા ખાતે લીગલ એક્ઝિબિશનનું આયોજન કરાયું

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

પ્રિન્સિપલ ડિસ્ટ્રીક્ટ જજશ્રી જે.આર.શાહે મુલાકાત લીધી લો કોલેજના વિદ્યાર્થીઓએ રસપૂર્વક પ્રદર્શન નિહાળ્યું

પંચમહાલ જિલ્લામાં ‘પાન ઈન્ડીયા અવેરનેસ એન્ડ આઉટરીચ કેમ્પેઈન’ હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વિવિધ જનકલ્યાણલક્ષી અને જાગરૂકતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજે ડો. ચમનલાલ મહેતા પ્રાથમિક શાળા, ગોધરા ખાતે લીગલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજશ્રી જે.આર.શાહે પણ પ્રદર્શનની મુલાકાત લઈ પ્રદર્શિત સામગ્રીને રસપૂર્વક નિહાળી હતી. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય જનતામાં અને કાયદાના વિદ્યાર્થીઓ માટે આ પ્રદર્શન કાયદા અંગે વિવિધ પ્રકારની જાણકારી વધારનાર બની રહેશે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પંચમહાલ દ્વારા આ સુંદર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, લો કોલેજ-ગોધરાનાં કાયદાશાસ્ત્રના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ આ પ્રદર્શનની મુલાકાત લઈ કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કરવામાં આવતી પ્રવૃતિઓ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની ભૂમિકા-કાર્યો, મજૂર કાયદાઓ, સામાજિક-આર્થિક અધિકારો, વરિષ્ઠ નાગરિકો, વિકલાંગોના, એઈડ્સ પીડિતો, અનુસૂચિત જાતિ-જનજાતિઓ, વનવાસીઓના અધિકારો, મધ્યસ્થીકરણની પ્રક્રિયા, બાળકોના શોષણ સામેની કાયદાકીય જોગવાઈઓ, લોક અદાલત, બાળશ્રમિકો સંબંધિત જોગવાઈઓ સહિતની વિવિધ જાણકારી મેળવી હતી. આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરીશ્રી એસ.એ.શેખ, ગોધરા લો કોલેજના પ્રિન્સિપાલ ડો. અપૂર્વસિંહ પાઠક, લો ફેકલ્ટી ડો. સતીશ નાગર અને ડો. અમિત મહેતા, તા. કાનૂની સેવા સમિતી ગોધરા અને ડીએલએસએનો સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here