બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
આજરોજ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામમાં ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા ને જબુગામ ગામમાં પ્રવેશબંધીના તેમજ ક્ષત્રિય સમાજના ગામ વાટા વડધરી ગામે પણ રૂપાલા વિરોધના બેનરો મારવામાં આવ્યા છે થોડા દિવસો પહેલા પરસોત્તમ રૂપાલા દ્વારા રાજપુત સમાજના એ દીકરીઓના અંગ્રેજો સાથે બેટી રોટી વ્યવહારના જે વાક્ય બોલ્યા હતા તે તદ્દન ખોટા છે ક્ષત્રિય સમાજ એટલે કે ગોહિલવાડના કૃષ્ણકુમારસિંહજીએ સૌથી પહેલું ગોહિલ વાડ રજવાડું આપ્યું હતું તેવા આ ક્ષત્રિય સમાજ છે માટે રૂપાલા ની ટિકિટ રદ કરવા માટે ક્ષત્રિય સમાજ આજે પણ છોટાઉદેપુર જિલ્લામાં એક થયેલ છે ક્ષત્રિય સમાજ દ્વારા એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય..