પંચમહાલ જીલ્લાના રોજગારવાચ્છું ઉમેદવારો અનુબંધમ પોર્ટલ પર જોબ સીકર તરીકે રજીસ્ટ્રેશન કરાવે તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રીએ કર્યો અનુરોધ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

ઉમેદવારો આ પોર્ટલ થકી રાજ્ય તથા જીલ્લાની વિવિધ સેક્ટર વાઈઝ નોકરી શોધી શકે છે તથા નોકરી માટે ઘરે બેઠા અરજી પણ કરી શકે છે

રોજગાર કચેરીમાં નામ નોંધણી માટે નવું વેબ પોર્ટલ અનુબંધમ ઉમેદવારો માટે કાર્યરત છે. જેમાં રજીસ્ટ્રેશન થકી ઉમેદવાર ગુજરાત રાજ્ય તથા જીલ્લાની વિવિધ સેક્ટર વાઈઝ નોકરી શોધી શકે છે તથા નોકરી માટે ઘરે બેઠા અરજી પણ કરી શકે છે. આ વેબપોર્ટલમાં રજીસ્ટ્રેશન માટે માત્ર આધારકાર્ડ નંબર અને આધારકાર્ડનો ફોટો ફાઈલ અપલોડ કરવાની રહે છે. પંચમહાલ જીલ્લાના વધુમાં વધુ ભાઈઓ બહેનોને http://anubandham.gujarat.gov.in વેબસાઈટ વેબપોર્ટલમાં જઈને રોજગારવાચ્છું ઉમેદવાર (jobseeker) તરીકે રજીસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરવામાં આવે છે.

કંપની/નોકરીદાતા દ્વારા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની શોધમાં હોય છે,તેઓને એમ્પ્લોયર તરીકે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત બને છે. અને એકમમાં ખાલી પડેલ જગ્યાઓ દર્શાવવી સી.એન.વી એક્ટ ૧૯૫૯ મુજબ ફરજીયાત બને છે.

આથી તમામ નોકરીદાતા તેમજ ઉમેદવારોને આ વેબ પોર્ટલ પર નોંધણી કરાવવા અનુરોધ કરવામાં આવે છે. વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન માટે હેલ્પલાઈન નંબર ૦૨૬૭૨, ૨૪૧૪૦૫, ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા પંચમહાલ રોજગાર અધિકારીશ્રી (જન)એ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here