બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-
આમ આદમી પાર્ટી આખરે મહા સર્વેના પરિણામની સાથે ઈશુદાન ગઢવી ને આગામી વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કર્યો છે તે લઈ આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા બોડેલી આમ આદમી કાર્યકર્તા ખાતે ફટાકડા ફોડીને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બોડેલી ના આમ આદમી કાર્યકર્તાઓમાં ખૂબ મોટો ઉત્સવ જોવા મળ્યો હતો તયારે છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ ડી એન રાજપુત સાહેબ તેમજ સખેડાવીધાન સભા ના ઉમેદવાર રંજનભાઇ તડવી સાહેબ એડવોકેટ તેમજ બોડેલીના આપના કાર્યકર્તા ધીરુભાઈ ઠક્કર તેમજ નાનુભાઈ ડુંગરા ભીલ મહામંત્રી બોડેલીનાઅલીપુરાના સામાજિક કાર્યકર્તા વિઠ્ઠલભાઈ રાઠવા (વી ડી રાઢવા ) તેમજ ડોક્ટર રાહુલભાઈ તેમજ ભુપેન્દ્રસિંહ રાજપૂત જિલ્લા યુવા પ્રમુખ અને જયરાજસિંહ ચૌહાણ બોડેલી તાલુકા પ્રમુખ અને સંખેડા તાલુકો પ્રમુખ મુકેશભાઈ પટેલ અને નરેન્દ્ર ભાઈ પટેલ કિસાન વિકાસ સેલ પ્રમુખ તેમજ નરહરિભાઈ પટેલ પ્રદેશ કિશન સેલ ઉપપ્રમુખ તેમજ અલીપુરાના અમજદભાઈ ખત્રી તેમજ રિઝવાન ભાઈ અને અલીપુરા ના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને બોડેલી આમ આદમીકાર્યલય ઓફિસે ફટાકડા ફોડીને ઉત્સાહ સાથે ઉજવણી કરી હતી.