પાનમ યોજના વર્તુળના મૃતક શ્રમયોગીના પરિવારને મૃત્યુ સહાય ચૂકવવા તથા લુણાવાડા ગ્રામ વિકાસ એજન્સીના કર્મીને સરકારશ્રીના લાભો આપવા ગુજરાત હાઇકોર્ટનો આદેશ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પંચમહાલ જિલ્લામાં ગોધરા મુકામે આવેલ પાનમ યોજના વર્તુળ માં રોજમદાર મજૂર તરીકે ફરજ બજાવતા બાબરભાઈ વસાવા નું તેમની નોકરી દરમિયાન નિવૃત્તિ પહેલા અવસાન થતા તેમના વારસપતની સુરજબેન સરકારશ્રીના નિયત કરેલ પરિપત્ર મુજબ પેન્શન યોજના તથા મૃત્યુ સહાય મેળવવા તેમજ મહીસાગર જિલ્લા ના નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના તાબા હેઠળ ચાલતી સંતરામપુર મુકામે આવેલ તાલુકા વિકાસ અધિકારીની કચેરીમાં ફરજ બજાવતા કાંતિભાઈ અંબાલાલ પ્રજાપતિ કે જેઓની લાંબા સમયની નોકરી હોવા છતાં પુરા કલાકોની કામગીરી લઈ નહિવત વેતન ચુકવતા હોય એ બાબતે બંને શ્રમયોગીઓએ કાલોલ સ્થીત ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ એસ ભોઈ નો સંપર્ક કરી તેમને થયેલા અન્યાય બાબતે રજૂઆતો કરે તે રજૂઆતો ધ્યાને લઈ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન દ્વારા સંસ્થાના અધિકારીઓને તેમજ સરકારશ્રીને આ શ્રમયોગીઓને થયેલા અન્યાય બાબતે રીપ્રેઝન્ટેશન કરેલ પરંતુ તે બાબતે કોઈ યોગ્ય ઘટતી કાર્યવાહી સરકાર તરફથી કરવામાં ના આવતા ફેડરેશન દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કરવામાં આવેલ જે કેસ ચાલી જતા કામદારો તરફે પડેલા પુરાવ આધારિત કાયદાકીય રીતે
માગ્યા મુજબની દાદ મંજુર કરવામાં આવેલ જે હુકમથી સરકાર નારાજ થઈ એસસીએ માં થયેલો હુકમ પડકારવા માટે નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એલપીએ દાખલ કરેલ જે કેસ ચાલી જતા અદાલત દ્વારા અગાઉ એસ સી એ મા થયેલા હુકમને યથાવત રાખવામાં આવેલ તેમ છતાં તે હુકમનું પાલન કરવામાં નિષ્ક્રિયતા દાખલતા હુકમના અનાદર બદલ એમસીએ દાખલ કરે જે બાબતે નામદાર હાઇકોર્ટે બંને પક્ષકારોના એડવોકેટ ની દલીલો સાંભળી અરજદાર તથા ફેડરેશન તરફે હાજર રહેલ દીપક આર દવે કેસમાં પડેલા દસ્તાવેજો આધારિત દલીલો કરેલ જે ધ્યાને લઈ ગુજરનાર વારસ પત્ની સુરજ બેન એમ વસાવા ને સરકારશ્રીના નિયત કરેલ પરિપત્ર મુજબ મૃત્યુ સહાય રકમ ચૂકવવા તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના કામદારને નોકરીની દાખલ તારીખથી પાંચ વર્ષ પૂર્ણ થયે થી તેઓને સરકારના તારીખ ૧૭/૧૦/૮૮ના પરિપત્ર મુજબ ના લાભો આપવાનો આખરી હુકમ કરવામાં આવતા બંને કામદારોના પરિવાર માં આનંદ વ્યાપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here