લાયન્સ ક્લબ ઓફ વિરમગામના વર્ષ 2020-21ના પ્રમુખ તરીકે લાયન મુર્તુજા પટેલે શપથ લીધા
લાયન્સ ક્લબ ઓફ વિરમગામનો 53મો શપથવિધિ સમારોહ લાયન્સ હોસ્પિટલના હોલ ખાતે યોજાયો હતો. વર્ષ 2020-21 ના પ્રમુખ લાયન મુર્તુજા પટેલે ની શપથવિધિ પાસ્ટ ડિસ્ટ્રીક્ટ ગવર્નરલાયન સેવંતીલાલ કે. વોરા દ્વારા કરાવવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, લાયન્સ કલબ છેલ્લા 51 વર્ષથી વિરમગામમાં સેવા કર્યો કરે છે અને 26 વર્ષથી ઓર્થોપેડીક, આઈ, ડેન્ટલ, ઈ. એન. ટી. હોસ્પિટલો ચલાવીને વિરમગામ નગરમાં સેવાઓ આપે છે.