વિરમગામ : વિકલાંગ અને માનસિક અસ્વસ્થ યુવતી પર પાંચ નરાધમોએ સામુહિક દુષ્કાર્મ કરતા ચકચાર

વિરમગામમાં વિકલાંગ અને માનસિક રીતે અસ્થિર યુવતી પર પાંચ નરાધમોએ સામુહિક દુષ્કર્મ કરતા ચકચાર મચી જવા પામી છે અને લોકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠયો છે

વિરમગામ, મુન્ના વ્હોરા

આ બર્બરતાપૂર્ણ અને કાયરતાપૂર્ણ ઘટના ની વિગત એવી છે કે સ્વાતંત્ર્ય દિન ની રાત્રે કાસમપુરા ખાતે નવા મદ્રેસા પાસે રહેતી અત્યંત ગરીબ અને શ્રમજીવી પરિવાર ની 21 વર્ષીય માનસિક અસ્થિર અને વિકલાંગ યુવતી સબંધી ના લગ્ન સમારોહ માં થી પરત ફરી ને પોતાની માતા ને મળવા એમના નોકરી ના સ્થાન હોસ્પિટલ ખાતે જઈ રહી હતી ત્યારે રિક્ષા માં આવેલ એક શખ્સે બળજબરી પૂર્વક રિક્ષા માં બેસાડી વિરમગામ માં મુનસર તળાવ પાસે ઢાળ નજીક આવેલ દરગાહ ની ઝાડી માં લઈ જઈ પોતાના અન્ય 4 સાગરિતો ને ફોન કરી બોલાવી આ 21 વર્ષીય માનસિક અસ્થિર અને વિકલાંગ યુવતી પર પાંચેય યુવકો એ સામુહિક દુષ્કર્મ કરેલ. જે અંગે ગ્રામજનો ને જાણ થતા લોકો માં ઉશ્કેરાટ અને આક્રોશ જોવા મળેલ. જોકે વિરમગામ ટાઉન પોલીસ દ્વારા આ અંગે અપહરણ અને સામુહિક દુષ્કર્મ અંગે ગુનો નોંધી ભોગ બનનાર યુવતી નુ મેડિકલ ચેક અપ કરાવી કાયદેસર તપાસ હાથ ધરાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here