ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે અહમદ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ

અમદાવાદ, આરીફ દિવાન (મોરબી) :-

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને પૂર્વ સાંસદ મહૂમ અહમદભાઈ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે પણ પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, પૂર્વ સાંસદ રાજુભાઈ પરમાર, પ્રદેશ ઉપપ્રમુખ વિજય દવે, મંત્રી જુનેદ શેખ, હબીબ મોદન, હોસ્પિટલ કમિટી ચેરમેન ભીખુભાઈ દવે, મ્યુનિસિપલ કાઉન્સિલર હાજીભાઈ મીરઝા, અને રફીક શેઠજી, જમાલપુર વોર્ડ પ્રમુખ કચ્યુમઅલી કુશી, મહેબુબખાન પઠાણ, મારૂફ સાકીવાલા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here