માંગરોળ તાલુકાના ખેડૂતોએ વિરોધ નોંધાવી ચેતવણી આપી..

માંગરોળ,
વસીમ ખાન બેલીમ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દરિયાકાંઠાના કમાન્ડ એરિયાના 23 ગામોને ક્ષાર અંકુશ નિયંત્રણ માટે નેત્રાવતીથી નોલી નદીને જોડતી સ્ટેન્ડિંગ કેનાલ વર્ષો પહેલાં બનાવવામાં આવેલું છે અને આ કેનાલ જે છે તે સીલ બારા વિસ્તારમાં જે બંધારો છે ત્યાંથી પસાર થાય છે, આ શિલ દરીયા પરના બારા પરના પાળાને તોડવામાં આવતાં અત્યારે ખેડૂતો દ્રારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યું છે.

હાલ ખેડુતો દ્રારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે સીલની આજુબાજુમાં ઘણા બધા લોકો બિન અધિકૃત રીતે ઝીંગા ફાર્મ બનાવેલ છે પાળા અને વરસાદી પાણીને કારણે તેમના ઝીંગા ફાર્મમાં વ્યક્તિગત નુકસાનને કારણે તેઓ જ્યારે વરસાદ સારો આ વિસ્તારમાં પડે છે અને કેનાલમાં પાણી સીલ બારામાં પાણી ભરાઈ ગયા પછી આવતું હોય છે પરંતુ કોઈના વ્યક્તિગત સ્વાર્થ માટે અનેક આજુબાજુના ગામો નાના ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થાય છે તેઓ બંધારો તોડીને ક્રુત્ય કરવામાં આવે છે અને લાખો ગેનલ વરસાદનું પાણી અરબી સમુદ્રમાં વહી જતું હોય છે જેથી સરકારે ખેડૂતોના હિત માટે જે કરોડો રૂપિયા ખર્ચ કરેલ છે તેની ઉપર પાણી ફરી વળી છે જેથી આવા ખેડૂતોના વિરોધી લોકોને તાત્કાલિક તપાસ કરવા માટે યોગ્ય પગલા લેવા જોઈએ જેથી ભવિષ્યમાં આવો ખેડૂતો વિરોધ કૃત્ય કરતા અટકાવી શકાય એવી માગણી ઓ આજે જીલ્લા કીસાન સંઘ પ્રમુખ ગોવીદભાઇ ચોચા અને ડો.વેજાભાઇ તેમજ ખેડુતો દ્વારા સ્થળ પર જઇ ચેક કરવામાં આવ્યું હતું અને લગત અધીકારીઓને ટેલીફોનીક જાણ કરવામાં આવી હતી અને મીડીયા સમક્ષ વિરોધ પ્રદર્શન દર્શવવામાં આવ્યું હતું આવનાર સમયે જો નિરાકરણ નહીં કરવામાં આવે તો જુનાગઢ કિશાન સંઘ પ્રમુખ ગોવિંદભાઈ ચોચ દ્રારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

વીડિયો ફૂટેજ – ગોવિંદભાઇ ચોચા કીસાન સંઘ પ્રમુખ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here