શહેરા તાલુકાના જુના વલ્લવપુર ગામે 4 જુગરિયાઓને પોલીસે ઝડપી પાડ્યા

શહેરા તાલુકાના જુના વલ્લવપુર ગામે ગંજી પાનાપત્તાનો જુગાર રમતા ચાર જુગરિયાઓને શહેરા પોલીસે ઝડપી પાડ્યા

શહેરા(પંચમહાલ),
ઇમરાન પઠાણ

શહેરા તાલુકાના જુના વલ્લવપુર ગામે કેટલાક ઈસમો ભેગા મળીને ગંજી પાનાપત્તાનો હાર જીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમી શહેરા પોલીસને મળતા શહેરા પોલીસ મથકના એ.એસ.આઈ. હિતેશકુમાર પ્રજાપતિ સહિતની પોલીસની ટીમે જુના વલ્લવપુર ગામના લીમડી ફળિયામાં રેઇડ કરતા વિજયસિંહ રતનસિંહ સોલંકી, મણીભાઈ મંગળભાઈ માછી, રમેશભાઈ નાનાભાઈ માછી અને કિરપાલસિંહ જુવાનસિંહ સોલંકી આ ચારેય જુગરિયાઓ ભેગા મળીને પૈસાથી ગંજી પાનાપત્તાનો હારજીતનો જુગાર રમતા નજરે પડ્યા હતા, જેથી પોલીસે ચારેય જુગરિયાઓને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી કરતા રોકડ રૂ.૧૮૯૦ મળી આવ્યા હતા જ્યારે દાવ ઉપર મુકેલ રૂ.૨૬૦ અને ગંજી પાના પત્તા સહિત રૂ.૨૧૫૦ નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલા ચારેય જુગરિયા સામે જુગારધારાનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here