કાલોલ:સ્ટેટ બેંકના મેનેજરની આડોડાઈને કારણે સમગ્ર તાલુકાના શિક્ષકો પગારથી વંચિત


મુસ્તુફા મિર્ઝા, કાલોલ(પંચમહાલ)

આગામી દિવસોમાં તહેવારો આવતા હોય અને શનિવારે અને રવિવારે બેંકમાં રજા આવતી હોય તાલુકા પંચાયતની શિક્ષણ શાખાએ શિક્ષકોનો પગાર તહેવારો પહેલા મળી જાય એ માટે તાલુકા સંઘના સહયોગથી પગાર કરી દીધો હતો. શિક્ષકોનો પગાર એસ.બી.આઈ.કાલોલમાં થાય છે અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા આપવામાં આવતો પગારનો ચેક પણ એ જ બ્રાન્ચનો હોય છે તેમ છતાં એસ.બી.આઈ.કાલોલના મેનેજર અને આસી. મેનેજરના બેજવાબદારી ભર્યા વર્તનના લીધે કાલોલ તાલુકાના શિક્ષકો પગારથી વંચિત રહ્યા હતા તેમજ ચેક આપ્યા બાદ બેંકનો સંપર્ક કરી બે દિવસ રજાઓ આવતી હોય પગાર કરી આપવા મેનેજર તથા આસી.મેનેજરને તાલુકા ઘટક સંઘના સિનિયર ઉપપ્રમુખ દિપકભાઇ કટારીયા અને શૈક્ષિક સંઘના પ્રમુખ વિનોદભાઈ અમીન દ્વારા વિનંતી પણ કરવામાં આવી હતી પરંતુ એમના દ્વારા ઉદ્ધત જવાબ આપવામાં આવ્યા હતા કે મારી મરજી સમય મળે પગાર કરીશું અને આખરે પગાર કર્યા વગર બેન્ક બંધ કરી દીધી હવે તહેવારોના સમયમાં એસ.બી.આઈ.કાલોલના મેનેજરના લીધે શિક્ષકો પગારથી વંચિત રહેશે. શિક્ષકોના જણાવ્યા મુજબ છેલ્લા બે વર્ષથી આ રીતે સ્ટેટ બેંકના કર્મચારીઓ રંગતી કરી રહ્યા હોય આગામી સમયમાં સામૂહિક રીતે પોતાના પગાર અન્ય બેંકમાં કરાવવા ખાતા ખોલાવવાની તજવીજ હાથ ધરવાના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here