નસવાડી : મહાકાળી માતાનો રથ સિર પંચલા ગામેથી નીકળી પાવાગઢ પગપાળા રવાના થયો

નસવાડી,(છોટા ઉદેપુર) જાવેદ એન કુરેશી :-

સિર પંચલા ગામે થી ભાવી ભક્તો સાથે મહાકાળી માતા નો રથ પગપાળા રવાના થયો છે અને ચૌદસ ના દિવસ સુધી પાવાગઢ પહોંચી જાય છે અને ત્યાં ચૌદસ ના દિવસે ગરબા થી માંડી અનેક ધાર્મિક પ્રોગ્રામો થાય છે પણ કોરોના ને લીધે સરકારના કાયદાનું પાલન કરી હાલ પ્રોગ્રામો બંધ રાખવામાં આવ્યા છે પગપાળા રથને રસ્તામાં જે ગામો આવેછે એમાં શ્રદ્ધાળુઓ રથ ઉભો રાખી દર્શન કરેછે અને પ્રાર્થના કરેછે અને દરેકની મનોકામનાઓ પુરી થાય છે અને શ્રદ્ધા સાથે નીકળેલો રથ ચૌદસ ના દિવસે પાવાગઢ પહોંચી ધાર્મિક કાર્ય મા ભાગ લેશે અને માતાજીની પૂજા અર્ચના કરી ધાર્મિક વિધિ પુરી કરી પોતાના ગામ રવાના થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here