કાલોલ પોલીસ દ્વારા બે ઈસમોને વિદેશી દારૂના જથ્થા સહિત રૂ.૧,૫૧,૬૮૦/- નો મુદ્દામાલ સહિત ઝડપી પાડયા

કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા

કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ એમ.એલ ડામોર શુક્રવારે પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળી કે ટાટા એ.સી.ઈ (છોટા હાથી) જે નો રજીસ્ટ્રેશન નંબર જી.જે ૧૭ ટી ૫૭૩૫ ની અંદર વિદેશી દારૂનો જથ્થો લઇને પસાર થવાના છે તેવી બાતમીના આધારે કાલોલ પોલીસે હીરો કંપની પાસે નાકાબંધી કરતા બાતમી વાળો ટેમ્પો ત્યાંથી પસાર થતા તેમાં બેઠેલા બે ઈસમો નરવત ભાઈ મગનભાઈ રાઠવા તથા હરીશ ભાઈ સોમલાભાઈ રાઠવા બંને રહેવાસી ગોરાડિયાની પુજારિયા ફળિયું તા ઘોઘંબા જીલ્લો પંચમહાલના હોવાનું જાણવા મળ્યું ટેમ્પાની અંદર તપાસ કરતા રોયલ સિલેક્ટ ડિલક્સ વિસ્કીની પ્લાસ્ટિકની બોટલો ૬૬ નંગ રૂ.૩૧,૬૮૦/- તથા છોટા હાથી ટેમ્પો રૂ.૧,૨૦,૦૦૦/- મળી કુલ રૂ રૂ.૧,૫૧,૬૮૦/- નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો પોલીસે ઈ કોપ મોબાઈલ એપ દ્વારા વાહન માલિકની તપાસ કરતા આ વાહન નરવત ભાઈ મગનભાઈ રાઠવા રે. ગોરાડિયાની પુજારિયા ફળિયું તા.ઘોઘંબા જીલ્લો પંચમહાલના હોવાનું જાણવા મળ્યું કાલોલ પોલીસે નામદાર કોર્ટની ગાઇડ લાઇન મુજબ પકડાયેલા બંને ઈસમોને કોઈ ટેસ્ટ માટે મોકલી આપી ગુના રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે. આમ કાલોલ પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો બે આરોપીઓ સહિત ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here