રાજપીપળા એસ. ટી. ડેપોમાં લગભગ બે મહિનાઓથી બંધ પડેલ એસ. ટી. બસોના પૈડા ફરતા થયા…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

બસમા મુસાફરો માટે ફરજિયાત ઓનલાઈન ટિકિટ લેવાની રહેશે બસ ડેપોમાથી ટિકિટ મળશે નહીં !!!!

રાજપીપળા ડેપો ખાતે થી માત્ર ધરમપુર, દેડિયાપાડા અને કેવડીયા કોલોની નીજ બસો દોડાવાઇ

સરકારે એસ.ટી બસને સમગ્ર રાજ્યમાં દોડાવવાની મંજુરી આપી છે. જે બાદ એસટી દ્વારા રાજપીપળા ખાતે થી ગતરોજ થી બસ સેવા શરૂ કરી છે.

એસ.ટી વિભાગ તરફથી ચાર ઝોનમાં બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં બસો દોડાવવા માટે ચાર ઝોન બનાવવામાં આવ્યા છે. આ ચાર ઝોનમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. તેમજ એસટી વિભાગ દ્વારા એ પણ નિર્ણય લેવાયો છે કે એક ઝોનની બસ બીજા ઝોનમાં પ્રવેશ નહીં કરે. એટલે કે એસ.ટી.ની બસો જે તે ઝોનમાં જ દોડાવવામાં આવશે. જેનો મતલબ છે કે સૌરાષ્ટ્રની બસ હશે તો તે સૌરાષ્ટ્ર ઝોનમાં જ દોડશે, પછી તે મધ્ય કે અન્ય કોઈ ઝોનમાં પ્રવેશી શકશે નહીં. તેમજ બસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવું પડશે. બસમાં ૭૦ ટકા જ મુસાફરો ભરવામાં આવશે.

આ ઉપરાંત એસ.ટી વિભાગ દ્વારા અન્ય મહત્વના નિર્ણયો પણ લેવાયા છે. જેમાં બસો માત્ર સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી જ દોડશે. સાંજના સાત વાગ્યાથી સરકાર તરફથી કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે, આથી આ સમયગાળા દરમિયાન કર્ફ્યૂનું પાલન કરવામાં આવશે. તેમજ બસોમાં સવારી કરવા ઈચ્છતા લોકોએ ફરજીયાત બસ માટે ઓનલાઇટ ટિકિટ લેવાની રહેશે. બસ સ્ટેશન ખાતે ટિકિટ વિન્ડો પરથી ટિકિટ નહીં મળે. આ ઉપરાંત ટિકિટ માટેની રકમની ચૂકવણી પણ ડિજિટલ પેમેન્ટ થકી કરવાની રહેશે. તેમજ બસમાં આવતા તમામ પ્રવાસીનું થર્મલ સ્કેનિંગ થશે મુસાફરોને સેનિટાઈઝ કર્યા બાદ જ બસમાં બેસવાની પરવાનગી આપવામાં આવશે. જયારે સરકારે જે વિસ્તારમાં પ્રતિબંધ મુક્યો છે. તે વિસ્તારમાં એસ.ટીબસો દોડશે નહિ.
રાજપીપળા એસ. ટી. ડેપો ખાતે થી ગઇ કાલ થી માત્ર ત્રણ જ રુટ સંચાલન કરાયા હતા સવારે ધરમપુર ખાતે લોકલ બસ દોડાવાઇ હતી , જયારે દેડિયાપાડા અને કેવડીયા કોલોની તરફ બસો શુ સંચાલન સમયાંતરે કરવામાં આવી રહયું છે. કયારે બસો નિર્ધારીત રૂટો પર દોડતી થવાની શક્યતા છે, તયારે આ બાબતે રાજપીપળા વેપારી મંડળ ના પ્રમુખ જયેશ ગાંધી એ જણાવ્યું હતું કે રાજપીપળા મા બે મહિના થી વેપારીઓ લોકડાઉન ના લીધે મંદી નો સામનો કરી રહ્યા છે ,ગામ મા ગામડાના લોકોની અવરજવર થાય તોજ વેપારીઓને ધંધો થઇ શકશે.

એસ ટી વિભાગ દ્વારા ઓનલાઈન ટિકિટ લેવાની જાહેરાત કરવામાં આવી છે જે રાજપીપળા જેવા આદિવાસી વિસ્તારમાં જેમનામાં અક્ષરજ્ઞાનજ નથી તેમના માટે મુશીબત સમાન બનસે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here