બાબરાના વોર્ડ નંબર ૫ માં ગટર લાઈન સાફ કરવા નગરપાલિસા પાસે સમય નથી લોકોએ જાતે ગટર સાફ કરી

શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી શ્રી હારુનભાઈ મેતરે પાલિકામાં રજુ વાત કરી હતી

હિરેન ચૌહાણ, બાબરા

બાબરા નગર પાલિકા દ્રારા અનેક પ્રશ્રોનું નિરાકરણ લાવવામાં નથી આવતું તેવું સ્થાનિક લોકોએ જણાવેલ છે. બાબરા શહેરમાં વોર્ડ નંબર ૫ માં જીન પ્લોટ વિસ્તારમાં લાબા સમયથી અંડળ ગ્રાઉડ ગટર સાફ કરવા બાબતે શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી શ્રી હારુનભાઈ મેતર દ્રારા નગરપાલિકામાં રજુવાત કરી હતી. તેમ સતા નગરપાલિકા દ્રારા કોઈ નિવાડો લાવવામાં આવ્યો નહતો ત્યારે સ્થાનિક લોકો કંટાળી જઈ જાતે ગટર લાઈન સાફ કરી હતી. સ્થાનિક લોકોએ જણાવેલ હતું કે, અનેક વાર રજુવાત કરી હોવા સતા આ પ્રશ્ન પાલિકા દ્રારા હલ કરવામાં આવ્યો નહોતો તે કારણે અમારે જાતે ગટર લાઈન સાફ કરવી જરૂરી બની હતી. પાલિકા પાસે આ વિસ્તારની ગટર લાઈન સાફ કરવાનો સમય નથી તેવું લાગી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here