પંચમહાલ : શહેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર…

શહેરા,(પંચમહાલ)
ઈમરાન પઠાણ

વરસાદ શરૂ થતા ખેડૂતોના પાકને નવું જીવનદાન મળતા ખેડૂતો ખુશખુશાલ

પંચમહાલ જિલ્લાના શહેરા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો આ વર્ષે ચોમાસાનો પહેલો વરસાદ એકીધારે વરસતા ખેડૂતોએ પોતાના ખેતરોમાં પાકની વાવણી કરી હતી જ્યારે વાવણી કર્યા બાદ વરસાદે લાંબા સમય સુધી વિરામ લેતા ખેડૂતોમા ચિંતાના વાદળો છવાયા હતા અને કરેલો પાક સુકાઈ જાય તેવી ભીતી સર્જાઈ હતી પરંતુ શનિવારના રોજ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને મોડી રાત્રે વરસાદ વરસવાનું શરૂ થતા અહસ્ય ઉકળાટભર્યા વાતાવરણથી રાહતની સાથે ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું હતું જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here