પંચમહાલ : આજે કોરોના સંક્રમણના નવા ૦૭ કેસ નોંધાયા, સક્રિય કેસોની સંખ્યા ૨૦૧

કોવિડ-૧૯ અપડેટ - પંચમહાલ જિલ્લામાં આજે કોરોના સંક્રમણના નવા ૦૭ કેસ નોંધાયા, ૧૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા ૨૦૧

કુલ કેસનો આંક ૬૪૧ થયો, કુલ ૩૯૮ વ્યક્તિઓ કોરોનાને માત આપી સ્વગૃહે પરત ફર્યા

માહિતી બ્યુરો, ગોધરાઃ

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૦૭ નવા કેસ મળી આવતા કોવિડ-૧૯ સંક્રમણના કુલ કેસની સંખ્યા ૬૪૧એ પહોંચી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૦૪ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૦૩ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૦૩ અને કાલોલમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૫૨૮ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં કાલોલ ગ્રામ્યમાંથી ૦૨ કેસ અને મોરવા ગ્રામ્યમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા ૧૧૩ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૧૮ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કોરોનાથી સાજા થનાર દર્દીઓની કુલ સંખ્યા ૩૯૮ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૨૦૧ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.

જિલલામાંથી હાલની સ્થિતિએ કુલ ૧૨,૦૧૩ સેમ્પલ્સ લેવામાં આવ્યા છે. જે પૈકી ૧૧,૬૩૯ સેમ્પલ્સ નેગેટીવ રહ્યા છે અને ૬૪૧ વ્યક્તિઓના સેમ્પલ્સ પોઝિટીવ આવ્યા છે. જિલ્લાના કુલ ૩,૯૦૫ વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઈન રાખવામાં આવ્યા છે જ્યારે હળવા લક્ષણ ધરાવતા ૩૩ કોરોનાગ્રસ્તને હોમ આઈસોલેટ કરી સારવાર આપવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here