નર્મદા જિલ્લામાં ત્રણ દિવસથી વરસતો વરસાદ જીલ્લામાં 28 ઇંચ વરસાદ ખાબક્યો

તસ્વીર

સૌથી વધુ દેડિયાપાડા તાલુકામાં 11 ઇંચ વરસાદ જયારે સૌથી ઓછુ ગુરુડેશ્વરમાં માત્ર 3 ઇંચ

નર્મદા જિલ્લામક જો કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 118 ઇંચ ઓછો વરસાદ !

રાજપીપળા , નર્મદા
આશિક પઠાણ

નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસતા ચોમાસાની ઋતુ બેસ્યાનો જીલ્લાવાસીઓ અનુભવ કરી રહ્યા છે, છેલ્લા ત્રણ દિવસમાં જીલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. સમગ્ર જીલ્લામાં 18 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકામાં સૌથી વધુ 11 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેથી દેડિયાપાડા ખાતેના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા જેની જનજીવન ઉપર સીધી અસર પડી હતી. દેડિયાપાડા પંથકમાં વીજ કંપનીની જયારે પણ વરસાદ વરસ્યો છે તયારે વીજ પુરવઠો ખોરવાતા પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી જાય છે કલાકો સુધી વીજળી ડુલ થઇ હતી. વીજ કંપનીની પ્રિ-મોનસુન કામગીરીના ધજાગરા રાજપીપળા નગરમાં પણ ઉડયા હતા ,નગર મા કલાકો સુધી વીજળી ડુલ થવાની સાથે સીંંધીવાડ રબારી ફળીયા તરફે ધણા મકાનોમાં ફોલ્ટ સર્જાતા ઇલેક્ટ્રિક ઉપકરણો બળ્યા હતા.

વરસાદની જીલ્લાના તાલુકા વાઇસ વાત કરીએતો સૌથી વધુ દેડિયાપાડામાં 275 મી.મી. સાગબારામાં 124 મી. મી. નાંદોદ મા 113 મી. મી. તિલકવાડામાં 112 મી.મી. અને સોથી ઓછુ ગુરુડેશ્વરમાં માત્ર 79 મી મી. જ વરસાદ થયેલ છે.

ચાલુ ચોમાસાની સીઝન દરમ્યાન ખુબજ ઓછો વરસાદ વરસ્યો છે. આજ દીન સુધી જીલ્લા મા માત્ર 2580 મી.મી. જ વરસાદ થયેલ છે.જયારે આજની તારીખ સુધીમાં ગત વર્ષે જીલ્લા મા 5529 મી. મી. વરસાદ ખાબક્યો હતો. ગત વર્ષની સરખામણીમાં ચાલું ચોમાસાની સીઝન દરમ્યાન અડધો પણ વરસાદ વરસ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here