આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનુ પોલીસ સમક્ષ સરેન્ડર

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ડેડિયાપાડા પોલીસ મથકે જાતે હાજર થતાં હજારો સમર્થકો પોલીસ મથકે ઉમટી પડ્યા

આમ આદમી પાર્ટી ના પ્રમુખ ગોપાલ ઇટાલિયા પણ ચૈતર વસાવા સાથે ડેડિયાપાડા ખાતે હાજર

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા વન વિભાગ કર્મચારીઓ સાથે મારામારી કરી પૈસા પડાવવા સહિત ફાયરીંગ કરવાના મામલે પોલીસ દફ્તરે વોન્ટેડ જાહેર કરાયા હતા ત્યારે આજરોજ અચાનક જ નાટકીય ઢબે ડેડીયાપાડા પોલીસ મથકમાં ચૈતર વસાવા જાતે જ હાજર થઈ સરેન્ડર કરતા ચૈતર વસાવા ના મામલે પોલીસે હાશકારો અનુભવ્યો હતો.

ધારાસભ્ય ચેતન વસાવા પોલીસ સમક્ષ સરેન્ડર કરવાના હોય તેમના હજારો સમર્થકો ડેડીયાપાડા ખાતે ઉમટી પડ્યા હતા. આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા પણ ચેતર વસાવા સાથે ડેડીયાપાડા ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર બનાવવાની વાત કરીએ તો તારીખ 2 જી નવેમ્બરના રોજ ડેડીયાપાડા ના ધારાસભ્ય ચેતર વસાવા સહિત તેમની પત્ની અને અન્ય ઈસમો સામે આર્મ્સ એક્ટ ગેરકાયદેસર મંડળી પૈસા પડાવવા સહિત મારામારીનો ગુનો ડેડીયાપાડા પોલીસ પથકમાં વન વિભાગના કર્મચારીઓએ નોંધાવ્યો હતો. આ મામલામાં ચેતર વસાવા ની પત્ની ની પોલીસે ધરપકડ કરી હતી, અને પોતાની ધરપકડ થાય એ માટે ચેતર વસાવા ધરપકડ થી બચવા માટે ભારતીય બંધારણ એ બક્ષેલા કાયદાકીય રીતના આગોતરા જામીન મેળવવા માટેના પ્રયાસો તેઓએ આદર્યા હતા, પરંતુ રાજપીપળા સહિત ગુજરાત હાઇકોર્ટે તેઓની જામીન અરજીઓ ના મંજૂર કરતા લગભગ 39 દિવસ પછી ચેતર વસાવાને આજ રોજ પોલીસ સમક્ષ સેરેન્ડર કરવાની ફરજ પડી હતી. ચૈતર વસાવા પોતે આજ રોજ ડેડીયાપાડા પોલીસ મથકે જઈ પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે તેઓની ધરપકડ કરી હતી. ડેડીયાપાડા પોલીસ મથક ખાતે રાજપીપળા ડિવિઝન ના ડિવાઇસ પી સરવૈયા સહિત પોલીસ જવાનો નો ખડકલો કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ખડકી દેવાયો હતો. ચેતર વસાવા ડેડીયાપાડા પોલીસ મથકમાં હાજર થવાના વાવડ તેમના કાર્યકરો સહિત અન્ય લોકોમાં પહોંચતા ડેડીયાપાડા ખાતે હજારોની સંખ્યામાં તેમના સમર્થકો ઉમટી પડ્યા હતા પોલીસે સમગ્ર મામલાને ખૂબ જ સાવચેતીપૂર્વક કાબુમાં લઈ કોઈ પણ જાતના વિઘ્ન વિના સ્વેચ્છા એ પોલીસ મથક માં હાજર થતાં ચેતર વસાવાની ધરપકડ કરી હતી . ધારાસભ્ય ચેતર વસાવાને ડેડીયાપાડા થી સીધા રાજપીપળા ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે તેઓની ઘનિષ્ઠ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here