કલા મહાકુંભ ૨૦૨૩-૨૪ના ફોર્મ ભરવાની છેલ્લી આગામી ૨૫ ઓક્ટોબર ૨૦૨૩

ગોધરા, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

૬ થી ૬૦ વર્ષ ઉપર સુધીના તમામ કલાકારો માટે વિવિધ સ્પર્ધાઓમાં પોતાની પ્રતિભા દર્શાવવાની ઉત્તમ તક

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર પ્રેરિત કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી,પંચમહાલ દ્વારા સંચાલિત તાલુકા અને જિલ્લા કક્ષાના કલા મહાકુંભ ૨૦૨૩-૨૪નું આયોજન કરવામાં આવશે.રાજ્યમાં સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા સાહિત્ય અને સંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર અલગ અલગ વયજૂથના કલા પ્રેમીઓ અને પસંદગી પામેલ કૃતિઓનું તાલુકા કક્ષાએથી શરૂ કરી તબક્કા વાર રાજ્યકક્ષા સુધી ચાર જૂથમાં આયોજન કરાશે. જેમાં ૬ થી ૬૦ વર્ષ ઉપર સુધીના તમામ વયના કલાકારો ભાગ લઇ શકશે. વય જૂથમાં ચાર (૪) વિભાગ રહેશે. (૧)૬થી ૧૪ વર્ષ (૨)૧૫ થી ૨૦ વર્ષ (૩)૨૧ થી ૫૯ વર્ષ (૪)૬૦ થી ઉપર.

તાલુકાકક્ષા,જિલ્લાકક્ષા,પ્રદેશકક્ષા,રાજ્યકક્ષા સ્પર્ધાના સ્તર રહેશે, તાલુકાકક્ષાએ શરૂ થતી કુલ ૧૪ કૃતિ જેમાં વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરનાટ્યમ, એકપાત્રિય અભિનય, લોકનૃત્ય રાસ, ગરબા, સુગમ સંગીત લગ્નગીત, સમુહગીત, લોકગીત-ભજન, તબલા, હાર્મોનિયમ (હળવું), સીધી જિલ્લા કક્ષાએથી શરૂ થતી ૯ સ્પર્ધા સ્કુલ બેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઇ, કથ્થક, કાવ્ય લેખન, ગઝલ શાયરી, સર્જનાત્મક કારીગીરી, ઓરગન, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) તેમજ સીધી પ્રદેશ કક્ષાએથી શરૂ થતી ૭ સ્પર્ધાઓમાં પખાવજ,મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડીયા પાવા, રાવણહથ્થો વગેરે કૃતિઓ યોજાશે.

આ સ્પર્ધામાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો તથા વિવિધ સંસ્થાઓ તેમજ ભણતા ન ભણતા કલાકારોની સુવિધા માટે તાલુકા કન્વીનરીની નિમણૂક કરવામાં આવી છે. તાલુકાકક્ષાએ ભાગ લેનાર ઇચ્છુક ઉમેદવારોએ નિયત નમુનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ તથા બેંક પાસબુકની નકલ સાથે રાખી આગામી તા.૨૫/૧૦/૨૦૨૩ સુધીમાં કન્વીનરશ્રી પાસે જમા કરાવવાનું રહેશે.

આ અંગે વધુ માહિતી માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી રાજેશ પારગી ૯૧૦૬૨૨૫૦૫૧ તથા પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી રાહુલ તડવી ૯૦૯૯૧૩૨૨૬૫ પર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી પંચમહાલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here