મહીસાગર જિલ્લામા આજે 21 પોઝીટીવ કેસ નોંધાયા, જિલ્લામા કુલ ટોટલ covid-19 નો આંક 375 એ પહોંચ્યો

હાલ ૧૧૭ દર્દીઓ સારવાર હેઠળ

જિલ્લામાં અત્યાર સુધીમાં ૮૫૩૦ વ્યક્તિઓના કોરોના (COVID-19)ના રીપોર્ટ નેગેટીવ આવ્યા

હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ ૪૨૩ વ્યક્તિઓને રાખવામાં આવ્યા

આજે ૦૨ દર્દી સ્વસ્થ થતા રજા આપવામાં આવી, આમ અત્યાર સુધીમાં ૨૩૪ દર્દીઓ સ્વસ્થ થઇ સ્વ ગૃહે પરત ફર્યા

લુણાવાડા(મહીસાગર)
પ્રવાસી પ્રતિનિધી

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની એ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે મહીસાગર જિલ્લા કલેકટર શ્રી આર. બી. બારડ અને જિલ્લા વિકાસ અધિકારી સુ.શ્રી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે.

મહીસાગર જિલ્લામાં આજે બાલાસિનોર અર્બનના ૪૮-૬૫-૬૫-૪૧-૬૫-૪૯-વર્ષીય પુરૂષ, ૪૪-૨૨-૪૦-વર્ષીય સ્ત્રીઓ તેમજ લુણાવાડા અર્બનના ૬૫ -૪૫- વર્ષીય પુરૂષો અને ૭૦-૧૫-૪૦ વર્ષીય સ્ત્રીઓ તેમજ સંતરામપુર અર્બનના ૬૭ વર્ષીય પુરૂષ, ૭૫-૬૮-૫૦ વર્ષીય સ્ત્રીઓ અને લુણાવાડા તાલુકાના રાબડીયા ગામની ૫૮-૮૦ વર્ષીય સ્ત્રીઓનો અને વિરપુર તાલુકાના ગંધારી ગામના ૬૦ વર્ષીય પુરૂષનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

અત્યાર સુધીમાં તારીખ ૨૯-૦૭-૨૦૨૦ ના સાંજના ૬ વાગ્યા સુધીમાં જિલ્લામાં કોરોના (COVID 19)ના ૩૫૪ કેસ પોઝીટીવ નોધાયેલ છે. આજે બાલાસિનોર અર્બનના બે પુરૂષે કોરોનાને મહાત આપી સ્વગૃહે પરત ફરતાં અત્યાર સુધીમાં કુલ ૨૩૪ દર્દીઓ સ્વસ્થ થઇને સ્વગૃહે પરત ફર્યા છે.

જિલ્લામાં કોરોનાના સંક્રમણને કારણે ૨ વ્યક્તિનું મૃત્યુ થયુ છે. જયારે અન્ય કારણથી ૨૨ દર્દીનુ મૃત્યુ થતાં જિલ્લામાં કુલ ૨૪ મૃત્યુ નોંધાવા પામ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લામાં સીઝનફલુ/ કોરોનાના કુલ ૮૫૩૦ રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. તેમજ જિલ્લાના ૪૨૩ વ્યક્તિઓને હોમ ક્વોરોન્ટાઇલ હેઠળ રાખવામાં આવ્યા હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ જણાવ્યું છે.

મહીસાગર જિલ્લામાં કોરોના પોઝીટીવના કારણે ૨૬ દર્દી કે. એસ. પી હોસ્પિટલ બાલાસિનોર, ૪ દર્દી અલ હયાત ગોધરા, ૨ દર્દી બરોડા હેલ્થ કેર વડોદરા, ૧ દર્દી બેંકર્સ હોસ્પિટલ વડોદરા, ૧૪ દર્દી સિવિલ હોસ્પિટલ અમદાવાદ, ૧ સિવિલ હોસ્પિટલ ગોધરા, ૩૦ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ લુણાવાડા, ૨૨ હોમ આઇશોલેશન, ૦૩ કરમસદ મેડિકલ કોલેજ આણંદ, ૧ દર્દી ક્રિષ્ના સેલ્ફી હોસ્પિટલ અમદાવાદ, ૧ દર્દી રાધા મલ્ટી સ્પેશ્યાલીસ્ટ વડોદરા, ૦૧ સાલ હોસ્પિટલ અમદાવાદ, ૧ પારૂલ હોસ્પિટલ અમદાવાદ, ૨ બરોડા હેલ્થ કેર વડોદરા, ૫ દર્દી એસ.એસ.જી હોસ્પિટલ વડોદરા, ૧ સુકુન હોસ્પિટલ વડોદરા, ૦૧ દર્દી મુળજીભાઈ પટેલ હોસ્પિટલ નડિયાદ, ૧ સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા ખાતે સારવાર હેઠળ છે.

કોરોના પોઝીટીવ આવેલ દર્દીઓ પૈકી ૧૧૦ દર્દીઓ સ્ટેબલ અને ૦૭ દર્દીઓ ઓક્સિજન પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here