જુલાઈ અને ઓગસ્ટ-૨૦૨૦ના બે માસ દરમિયાન પાવાગઢ ફાયરિંગ રેન્જમાં અનધિકૃત વ્યક્તિના પ્રવેશ ઉપર પ્રતિબંધ

ગોધરા(પંચમહાલ)
ઇસ્હક રાંટા

પંચમહાલ જિલ્લાના પાવાગઢ ફાયરિંગ રેન્જમાં આગામી જુલાઈ અને ઓગષ્ટ-૨૦૨૦ના બે માસ દરમિયાન સુરક્ષા દળના જવાનો દ્વારા ફાયરિંગ પ્રેક્ટિસ યોજાવાની હોઈ આ દરમિયાન આ વિસ્તારમાં કોઈ પણ અનધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતો જાહેર હુકમ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી મહેન્દ્ર નલવાયા (જી.એ.એસ.) દ્વારા ગુજરાત પોલિસ અધિનિયમ-૧૯૫૧ની કલમ- ૩૭ (૪) અન્વયે મળેલી સત્તાની રૂએ કર્યો છે. આ હુકમનો ભંગ કરનાર ઈ.પી.કો. કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here