લોકડાઉનમાં : રાજપીપળા વિજકર્મીઓની દિવસ-રાતની મહેનતથી વિજળીનો અવિરત પુરવઠો સદંતર વહી રહ્યો છે…!!

રાજપીપલા,

પ્રતિનિધિ :- મનોજ પારેખ (સેલંબા)

લોકડાઉનમા લોકો આકરી ગરમીનો ભોગ ના બને તે માટે પોતાના ઘરે જવાનુ પણ ટાળતાં વિજકર્મીઓની સેવા વખાણને પાત્ર

નગરજનો રાત્રે ઉંઘમા હોય ને વિજળીનો ફોલ્ટ થાય તો યુદ્ધના ધોરણે દોડી જઈને ફોલ્ટ રીપેરીંગ થાય છે,જેથી કરીને લોકો નિરાંતની ઉંઘ માણી શકે

રાજપીપળા શહેરની પ્રજા લોકડાઉનના સખત પાલન સાથે ઘરો માંજ પુરાઈ રહેવા મજબુર બનતાં, ટાઈમપાસ કરવા ટીવી અને મોબાઈલ જેવા વિજ ઉપકરણોને આધારીત બન્યાં છે. અને આકરા ઉનાળાની શરુઆત થઈ ચુકી છે તેવામાં લોકો એસી અને વોટરકુલરોનો મોટા પાયે વપરાશ કરતાં વિજવપરાશ વધી જતાં લોડ વધતા વિજળી ગુલ થવાની સંભાવનાઓ વધી જતી હોય છે.

જો કોઈ વિસ્તારમાંમા વિજળી ડુલ થાય તો જીઈબીના હેલ્પલાઇન અને ફરીયાદ ટેલીફોનની ઘંટડીઓ સતત રણકી ઉઠતી હોય છે. આ વાતને અગાઉથી ધ્યાને લઈને ખાસ આયોજન કરી રાજપીપળા વીજ કંપનીના ચારથી પાંચ કર્મચારીઓ સતત હાજર રહી ફરીયાદોનો નિકાલ કરતાં હોય છે. બહારથી આવતા વિજકર્મીઓ પોતાના ઘરે પણ જવાનું માંડી વાળીને પાંચ દિવસે એકાદ વાર પોતાના ઘરે જતાં હોય છે અને પરિવારને મળતાં હોય છે.

આમ વિજકર્મીઓની સેવા પણ કોરોના યોદ્ધાઓથી ઓછી ન ગણી શકાય, અને સમાજ તેમની કામગીરીને પણ બિરદાવે તે ઈચ્છનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here