કાલોલ નગરમાં હજરત સૈયદ મોલા અલીના ઉર્ષ નિમિત્તે ભવ્ય જુલુસ યોજાયો…

કાલોલ,(પંચમહાલ) મૂસ્તુફા મીરઝા :-

ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબ ના દામાદ ઇસ્લામના ચોથા ખલીફા હજરત સૈયદ મોલા અલી રમજાન માસ ની ૨૧ તારીખે સમગ્ર ભારતમાં સુન્ની મુસ્લીમ સંપ્રદાયના લોકો દ્રારા ઉર્સે ની ઉજવણી કરવામાં આવે છે.તેને લઈ મગળવારના રોજ કાલોલ ખાતે ખાનકાહે એહલે સુન્નત ના માર્ગદર્શન મુજબ અઝીમી ફેન્ડ સર્કલ દ્રારા સૈયદ મોલા અલી ઉર્સના મોકા પર હજારો ની ઉપસ્થિતમાં જુમ્મા મસ્જીદ પાસેથી જુલુશ સાજે ૭:૩૦ વાગે પ્રસ્થાન કરી નગરના મુખ્ય બજાર થઈ વિવિધ માર્ગો પરથી પસાર થઇ પરત નુરાની ચોકમાં આવી જીક્રરે હજરત સૈયદ મોલા અલી અને સલાતો સલામ પછી દુવા મોલાના શીબતૈનરઝા અશરફી દ્રારા માગી જુલુસ સભાના રૂપમાં ફેરવાયુ હતુ. બીજી બાજુ જશ્ને ઇદે મિલાદ કમેટી દ્વારા બાદ નમાઝે તરાહબી પછી હઝરત સૈયદ ના અમીરુલ મોમીનુલ મોલા અલી ઉર્ષની ઉજવણીની અંતર્ગત નીયાઝનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટીસંખ્યામાં અકીદોમંદ ઉપસ્થિત રહ્યા હતા અને તેવો ને નિયાઝની વહેંચણી કરવામાં આવી હતી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here