ગોધરા એલ.સી.બી. પોલીસે પરવડી ચોકડી પરથી આંતર રાજ્ય બાઇક ચોરને ઝડપી પાડ્યો…

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

ગુજરાત,મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન રાજ્યના મોટર સાયકલ ચોરીઓના કુલ- ૧૫ ગુનાઓ ડીટેકટ કરી કુલ -૨૦ મોટર સાયકલ કિ.રૂ .૬,૭૭,૦૦૦ / – નો મુદ્દામાલ રીકવર કરી આંતરાજય ચોરીઓનો ભેદ ઉકેલાયો

પોલીસ સુત્રો થકી મળતી વિગતો મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા તથા શ્રી આઇ.એ.સિસોીયા પો.સ.ઇ. એલ.સી.બી. ગોધરા તથા એલ.સી , બી , સ્ટાફના માણસો સાથે ગોધરા પરવડી ચોકડી ઉપર વાહન ચેકીંગની કામગીરી કરતા હતા તે દરમ્યાન એક ઇસમ ધારસીંગ ઉકારસીંગ વસુનીયા મુળ રહે . મયાવત તડવી ફળીયુ તા.ભાભરા જી.અલીરાજપુર મધ્યપ્રદેશ હાલ રહે . ભાભરા ટીચર કોલોની રવીભાઇના મકાનમા તા.ભાભરા નાનો રજીસ્ટ્રેશન નંબર વગરની એચ.એફ. ડીલક્ષ મોટર સાયકલ લઇને આવતા તેને રોકી મોટર સાયકલના માલીકના કાગળો માંગતા તેણે પોતાની પાસે કોઇ આધાર પુરાવો નહી હોવાનુ જણાવેલ જેથી આ મોટર સાયકલ ચાલક ઇસમ શંકાસ્પદ જણાય આવેલ જેથી સદરી મોટર સાયકલનો એન્જીન તથા ચેચીસ નંબર પોકેટકોપ તથા ઇ – ગુજકોપમાં સર્ચ કરતા મોટર સાયકલનો પ્રકાર એચ.એફ. ડીલક્ષ માલિકનુ નામ રાકેશ સબુડા ડામોર રહે . ભાજીયાણા તા.જી.અલીરાજપુર મધ્યપ્રદેશનુ લખાઇ આવેલ છે , જે દિશામાં તપાસ કરતા આ મોટર સાયકલ સંબધે દામાવાવ પો.સ્ટે . માં મોટર સાયકલ ચોરીનો ગુનો દાખલ થયેલાની હકીકત જણાય આવેલ . જેથી સદરી ઇસમને ઉંડાણપુર્વક પુછપરછ કરતા તેઓના સાગરીતો ( ૧ ) ભારત ખુમસીંગ અજનાર રહે . પીપલવા ડાવરીપુરા ફળીયા તા.કુક્ષી જી.ધાર મધ્યપ્રદેશ ( ર ) ઉસ્તાદ ખુમસીંગ અજનાર રહે . પીપલવા ડાવરીપુરા ફળીયા તા.કુક્ષી જી.ધાર મધ્યપ્રદેશ ( ૩ ) ભાઈજાન રીંછુ મીનાવા રહે . ગુડદલીચા તા.કુક્ષી જી.ધાર મધ્યપ્રદેશ નાઓ અલગ અલગ સમયે કોઈક જગ્યાએથી ચોરી કરી લાવેલ નંબર વગરની અલગ અલગ કંપનીની મોટર સાયકલો પણ મારા ઘરે વેચાણ કરવા માટે મુકી ગયેલાની કબુલાત કરેલ અને સદરી ઇસમના ઘરેથી કુલ -૧૯ મોટર સાયકલો મળી આવેલ તે તમામ મોટર સાયલોના એન્જીન નંબર તથા ચેચીસ નંબરો પોકેટકોપ મોબાઇલમાં સર્ચ કરી મોટર ડીટેકટ કરી ગુજરાત રાજ્યના મોટર સાયકલોના માલીકોનો સંપર્ક કરી તેમજ પોલીસ સ્ટેશનોમાં તપાસ કરતા રીકવર કરેલ મોટર સાયકલો સંબધે ચોરીના અનડીટેકટ ગુનાઓ દાખલ હોય જે કુલ -૧૫ ગુનાઓ ડીટેકટ કરવામાં એલ.સી.બી. પોલીસને સફળતા મળેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here