હળવદ : ટેકાના ભાવે ચણાની ખરીદી સેન્ટર શરૂ કરવા કૃષિપ્રધાનને રજુઆત..

હળવદ,

પ્રતિનિધિ :- મહેન્દ્ર મારૂ

તાલુકાના ર૦૦૦થી વધારે ખેડૂતોએ ટેકાના ભાવે ચણાની ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવતા વહેલી તકે ખરીદી સેન્ટર શરૂ કરવા તાલુકા ભાજપ પ્રમુખે કૃષિપ્રધાનને પત્ર પાઠવ્યો..

મચ્છોકાંઠામાં પ્રથમ હરોળના ગણાતા હળવદ માર્કેટ યાર્ડમાં પાકોના જણસોની મબલક આવક થતી હોય છે ત્યારે તાલુકાના ર૦૦૦થી વધારે ખેડૂતોએ ટેકાના ભાવે ચણાની ઓનલાઈન ખરીદીમાં અરજી કરી રજીસ્ટ્રેશન કરાવતા અંદાજે ૩પ૦ મેટ્રીક ટન જથ્થાને નુકસાનીની ભીતિ સેવાઈ છે ત્યારે તાલુકા ભાજપ પ્રમુખએ કૃષિ પ્રધાન આર.સી.ફળદુને લેખિત પત્ર પાઠવી રજુઆત કરી છે.
કોરોના વાયરસની મહામારી વચ્ચે લોકડાઉનના ત્રીજા તબક્કામાં ખેડૂતો પર માઠી અસર થવા પામી છે ત્યારે ઝાલાવાડ સહિત સૌરાષ્ટ્રના મોટા ભાગના તાલુકાઓના ખેડૂતો હળવદ માર્કેટ યાર્ડ ખાતે જણસોનું વેચાણ કરતા હોય છે ત્યારે વર્તમાન સમયને જાતા ખેડૂતો પોતાનો માલનું યોગ્ય વેચાણ કરી શકતા નથી. ત્યારે હળવદ તાલુકાના આશરે ર૦૦૦થી વધારે ખેડૂતોએ ટેકાના ભાવે ચણાની ઓનલાઈન અરજી રજીસ્ટ્રેશન કરાવી છે. ખાસ કરીને અંદાજે ૩પ૦ મેટ્રીક ટન ચણાનો જથ્થો સમયસર વેચાણ નહીં થાય અને ખરીદી સેન્ટર શરૂ કરવામાં જા વિલંબ થશે તો ખેડૂતોએ તૈયાર કરેલ માલને નુકસાની થવાની ભીતિ છે તેમ તાલુકા ભાજપ પ્રમુખ રજનીભાઈ સંઘાણીએ કૃષિ પ્રધાન આર.સી. ફળદુને પત્ર પાઠવી રજુઆત કરી છે અને વહેલી તકે ટેકાના ભાવે ચણાની ખરીદીનું સેન્ટર શરૂ રાજયના કૃષિપ્રધાનનું ધ્યાન દોર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here