ગોધરા : દવાનો છંટકાવ કરી કોરોનાને હરાવવા પ્રતિબધ્ધ એન.એસ.એસ.ના સ્વયંસેવકો…

ગોધરા,

પ્રતિનિધિ :- અનુજ સોની

પ્રવર્તમાન સમયમા કોરોના વાયરસની મહામારીએ કાળો કહેર વર્તાવ્યો છે વિશ્વના ખ્યાતનામ એવા ચીન,ઇટલી, ફ્રાંસ અને અમેરિકા જેવા દેશોની દશા દુર્દશા બની ગઈ છે ભારતમા પણ ૫૦ હજારથી વધુ દર્દીઓ કોરોના મહામારીનાં ભરડામાં આવી ગયા છે ત્યારે ગુજરાતમાં પણ દિન પ્રતિદિન કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જેને ધ્યાનમાં લઇ સરકારે લોકડાઉનને ત્રીજા ચરણમાં વધારી દીધો છે અને લોકોને ઘરમાં જ રહેવા અનુરોધ કર્યો છે તથા જે કોઈ વ્યક્તિને જરૂરી કામ હોય ત્યારે ઘરમાંથી બહાર નીકળવા તેમજ બહાર નીકળો ત્યારે સામાજિક અંતર અને મોંઢા પર માસ્ક લગાવવાનું કેહવામા આવે છે આ મહામારી દરમિયાન કેટલીયે ખાનગી સંસ્થાઓ સરકારની વ્હારે આવતી હોય છે અને કેટલાય શેક્ષણિક સંકુલોના સ્વયંસેવકો ઘરે રહી આરામ કરવાની જગ્યાએ કોરોના વોરોયાર્સ એવા જીલ્લા પ્રસાશનને મદદરૂપ થવા પોત-પોતાના વિસ્તારને સેનિટાઈઝ કરતા હોય છે આવો જ એક સેવાભાવી કાર્ય ગોધરા શહેરનો સામે આવતા લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.

મળતી માહિતી મુજબ કોમર્સ કોલેજ ગોધરાના એન.એસ.એસ.ના સ્વયંસેવક ભાવિન ભોઇ તથા તેજસ વણકર દ્વારા કોરોનાને હરાવવા ઝુંબેશ ઉપાડી સ્વચ્છતા અંતર્ગત વર્તમાન સમયમા અત્યંત જરૂરી એવી દવા છાંટવાનું સુંદર કાર્યક્રમ હાથ ધરીને સમાજ માટે ઉદાહરણ રૂપ કાર્ય કર્યું હતું. સમાજ માટે આવા કાર્યને પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર અરુણસિંહ સોલંકીએ વધાવી અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here