સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વેજલપુર મા સટ્ટા બેટિંગ કરતા સાત સામે કાર્યવાહી. ૬૨,૪૪૭/ નો મુદ્દામાલ જપ્ત

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના વેજલપુર વિસ્તારમાં સટ્ટા બેટિંગ ની પ્રવૃતિ ફુલી ફાલી છે આ અગાઉ પણ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સટ્ટા નુ રેકેટ ઝડપ્યુ હતુ મંગળવારે સ્ટેટ મોનીટરીંગ સેલ ને બાતમી મળેલ કે કાલોલ તાલુકાના વેજલપુર ખાતે સુરેલી રોડ ઉપર સુરેલી સર્કલ પાસે ખૂલ્લામાં ઐયુબ ઊર્ફે દીગો હમીદ પથીયા પોતાના માણશો રાખી પોતાના આર્થીક લાભ માટે આક ફરક નો જુગાર લખી લખાવી હાર જીત નો જુગાર રમાડે છે જે આધારે બપોરના સુમારે એસઆરપી પોલીસ જવાનો સાથે રાખીને પંચો રૂબરૂ રેડ કરતા ઝાડ નીચે કેટલાક ઈસમો ઉભા હતા અને ત્રણ ઈસમો નીચે બેસીને કઈક લખતા હતા જેઓ પોલીસ ને જોઈને નાસવા લાગતા પોલીસે કુલ છ ઈસમોને ઝડપી પાડી પુછપરછ કરતા (૧) ઈમ્તિયાઝ ઈસ્માઈલ કુરેશી રે વેજલપુર આંકડા લખનાર (૨) મહેન્દ્રસિંહ ગણપતસિંહ જાદવ રે અડાદરા આંકડો લખનાર (૩) હરીશભાઈ શંકરભાઈ ચૌહાણ રે વેજલપુર આંકડો લખનાર (૪) વિરમકુમાર સોમસિંહ સોલંકી રે. સુરેલી આંકડો લખાવવા આવનાર (૫) અખ્તર હુસેન બેલીમ રે. પોપટપુરા આંકડો લખાવવા આવનાર (૬) દશરથસિંહ સુખસિંહ જાદવ રે સિહારા ની મુવાડી આંકડો લખાવવા આવનાર એમ છ ઈસમોને ઝડપી પાડયા હતા અને પગાર ઉપર નોકરી રાખી આંકડો લેનાર ઐયુબ ઊર્ફે દીગો હમીદ પથીયા રે વેજલપુર મળી આવ્યો નથી પોલીસે પકડાયેલ ઈસમો ની અંગ જડતી કરતા ૨૫,૨૪૭/ મોબાઈલ કુલ છ નંગ રૂ ૧૨,૦૦૦/ એક હોન્ડા ડિઓ રૂ ૨૫,૦૦૦/ અને એક વોટર જગ રૂ ૨૦૦/ મળી કુલ રૂ ૬૨,૪૪૭/ નો મુદ્દામાલ સાથે કાર્બન પેપર,પેન, વરલી મટકા નાં આક લખેલ બુકો કબજે કરી તમામ ઈસમો સામે જુગાર ધારા ની કલમ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here