ડભોઈ પોલીસ અને નગરપાલિકા દ્વારા સાયકલોથોન યોજાઈ

ડભોઇ, (વડોદરા) સરફરાઝ પઠાણ :-

G-20 સમિટ-૨૦૨૩ નિમિત્તે ડભોઇ પોલીસ સ્ટેશન અને ડભોઇ નગરપાલિકા દ્વારા તા. 02 જી એપ્રિલના રોજ G-20 ના પ્રચારક અર્થે ડભોઈ નગરના વિવિધ માર્ગો પર સાયકલરેલી યોજવામાં આવી હતી.

વૈશ્વિક ફલક ઉપર ભારતીય સંસ્કૃતિની “વસુધૈવ કુટુમ્બકમ્”ની વિભાવનાને ચરિતાર્થ કરવાની નેમ સાથે G-20 સમિટ-૨૦૨૩નું યજમાન ભારત બન્યું છે. જેના ભાગરૂપે ગુજરાતમાં G- 20 સમિટની મહત્વની ૧૬ ઇવેન્ટ યોજાઈ રહી છે.

સમગ્ર ડભોઇના નગરજનો પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કાર્યક્રમોમાં સામેલ થાય તથા વધુમાં વધુ જન ભાગીદારી કેળવાય તેવા શુભાશયથી G-20 સમિટ વર્ષ- ૨૦૨૩ના સમગ્ર વર્ષ દરમિયાન કાર્યક્રમની ઉજવણી સુચારૂ રીતે થાય તે માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા વિવિધ જુદા જુદા કાર્યક્રમોનું વર્ષ દરમ્યાન આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી ગત સપ્તાહ માં રેલી, વોર્ડ મિટિંગ, વૃક્ષારોપણ, સ્વચ્છતા શપથ, રંગોળી સ્પર્ધા તથા ફાયર મોકડ્રિલ જેવા વિવિધ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

સદર કાર્યક્રમોના કરવા અંગે પ્રાદેશિક કમિશ્નર, વડોદરા ના સીધા સૂચના મુજબ ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવીના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા ના મેનેજર મહેશભાઈ પરમાર, ડભોઇ નગરપાલિકા વિસ્તારમાં ખાતે G-20 નો વધુમાં વધુ પ્રચાર – પ્રસાર અર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઇ નગરપાલિકા વિસ્તારમાં અલગ -અલગ જગ્યાએ G-20 ના સ્લેફી પોઇન્ટ પણ ઉભો કરવામાં આવ્યો છે.

આ G-20 ના વિવિધ કાર્યકરમાં માં ડભોઇ નાયબ પોલીસ અધિક્ષક આકાશ એમ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. વાઘેલા તથા પોલીસ સબ પીએસઆઇ આર.આર.મિશ્રા, પીએસઆઇ જયસ્વાલ સાહેબ સહિત તમામ પોલીસ સ્ટાફ ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી તથા પોલીસ સ્ટાફ તેમજ નગરપાલિકા કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.

આ અંગે વધુ વિગતો આપતાં ચીફ ઓફિસર જયકિશન તડવીએ જણાવ્યું હતું કે હાલ G-20 સમિટ-૨૦૨૩નું યજમાન ભારત દેશ બન્યું છે ત્યારે આ અંગેની માહિતી લોકો સુધી પહોંચે તથા સમગ્ર વર્ષ દરમિયાન દેશમાં અને રાજયમાં યોજાનાર આ વિવિધ કાર્યક્રમો અંગે લોકોને જાણકારી મળી રહે તે ધ્યાને લઇ ડભોઇ નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા છે. જેથી G20 વિષય પર વધુમાં વધુ લોકોને G-20 વિશે માહિતગાર કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમોમાં વધુમાં વધુ જન ભાગીદારી કેળવાય તેવાં પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here