સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા “વિશ્વ યોગ દિવસ” ની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો

એકતાનગર, (નર્મદા) આશિક પઠાણ :-

સ્ટેચ્યુ ઓફ યુનિટી પટાંગણમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી સોમપ્રકાશની પ્રેરક ઉપસ્થિતમાં “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી કરાશે

વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને સબંધિત વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરતા SoUADTGA ના અધિક કલેક્ટર હિમાંશુ પરીખ

નર્મદા જિલ્લામાં ૯ માં “વિશ્વ યોગ દિવસ” ની ઉજવણી પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પટાંગણમાં માન. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્યમંત્રી સોમપ્રકાશની પ્રેરક ઉપસ્થિતમાં યોજાનારા “વિશ્વ યોગ દિવસ” ની પૂર્વ તૈયારીના ભાગરૂપે એકતાનગર વહિવટી સંકુલમાં SoUADTGA ના અધિક કલેક્ટર હિમાંશુ પરિખના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

બેઠકમાં અધિક કલેક્ટર પરીખે સંબંધિત વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા કરી હતી અને આ સંદર્ભે સંબંધિત અધિકારીઓને પણ સ્થળ ઉપર યોગ પ્રોટોકોલને લગતી આનુશાંગિક વ્યવ્સ્થા તેમજ પાર્કિંગ, પીવાના પાણી, આરોગ્ય અને સ્વચ્છતા સહિતની પ્રાથમિક સુવિધાઓ, સ્ટેજ-મંડપ, સાઉન્ડ સિસ્ટમ સહિત લાઈવ સ્ક્રીન અંગેની સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં માટે જરૂરી સૂચનાઓ આપી હતી. સમગ્ર કાર્યક્રમના નોડલ અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુભાઈ વસાવાએ ગોઠવાયેલ વ્યવસ્થાઓથી અધિક કલેક્ટરને વાકેફ કર્યા હતા.

“વિશ્વ યોગ દિવસ” ની તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવા માટે યોજાયેલી આ બેઠકમાં SoUADTGA ના નાયબ કલેક્ટર અભિષેક સિન્હા, નાંદોદ પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, CISF ના ડેપ્યુટી કમાન્ડન્ટ નિર્ભયસિંહ, નાયબ પોલીસ અધિક્ષક વાણી દૂધાત, સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીના વાહન નિરિક્ષક વી.ડી.આસલ, એનઆઈસીના સુશ્રી ફોરમ ઝવેરી સહિત સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારી ઉપસ્થિત રહ્યાં હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here