મોડાસા જીનીયર્સ સ્કુલના ગ્રાઉન્ડની સામે રોડ ઉપર રાત્રીના સમયે પાર્ક કરેલ ઇકકો ગાડીના સાઇલેન્સરની ચોરી કરનાર ઇસમને ઝડપી પાડતી મોડાસા ટાઉન પોલીસ

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

પોલીસ મહાનિરીક્ષક શ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા શ્રી સંજય ખરાત સાહેબ પોલીસ અધિક્ષક શ્રી અરવલ્લી મોડાસા તથા શ્રી-કે.જે.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મોડાસા વિભાગ મોડાસાનાઓએ અરવલ્લી જીલ્લામાં તથા મોડાસા શહેરમાં દિન-પ્રતિદીન વધી રહેલા વાહનો તથા સાઇલેન્સર ચોરીના ગુ ન્હાઓ ઉપર અંકુશ લાવવા તથા શહેરમાં સખ્ત પેટ્રોલીંગ રાખવા સુચના કરેલ.
ગઇ તા-૦૪/૦૩/૨૦૨૩ ના કલાક-૧૦/૩૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન મોજે મોડાસા જીનીયર્સ સ્કુલના ગ્રાઉન્ડની સામે રોડ ઉપર ઇકકો ગાડી નંબર GJ-31-A-1045ની કંપનીનુ અસલ સાઇલેન્સર આશરે કિ.રૂ.૭૦,૦૦૦/- કોઇ ચોર ઇસમ અસલ સાઇલેન્સર બદલી ચોરી કરી લઇ ગયેલ હોવાની ફરીયાદ આપતા જે અન્વયે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુરનં-૧૧૧૮૮૦૦૯૨૩૦ ૧૪૧/૨૦૨૩ ઇ.પી.કો કલમ-૩૭૯ મુજબનો સાઇલેન્સર ચોરીનો ગુન્હો દાખલ થયેલ હોઇ સદર સાઇલેન્સર ચોરીનો અનડીટેક ગુન્હો ત્વરીત શોધી કાઢવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.કે.વાઘેલા મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનનાઓને ઉપરી અધિકારી શ્રીઓએ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફના પોલીસ માણસોની અલગ-અલગ ટીમો બનાવી ગુન્હાવાળી જગ્યાની વિઝીટ કરેલ અને પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એક ઇસમને શકમદ હાલતમાં સાઇલેન્સર સાથે ઝડપી પાડી જીણવટ ભરી રીતે પુછ-પરછ કરતાં પોતે આ સાઇલેન્સર જીનીયસ ગ્રાન્ડ પાસે પાર્ક કરેલ ઇક્કો ગાડીમાંથી ચોરી કરેલાનું કબુલતો હોય સાઇલેન્સર સાથે ઝડપી લઇ ચોરીમાં ગયેલ સાઇલેન્સર કિ.રૂ.૭૦,૦૦૦/-નો પુરે-પુરો મુદામાલ રિકર્વરી કરી સાઇલેન્સર ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખવામાં મોડાસા ટાઉન પોલીસને સફળતા મળેલ છે. તા-૦૫/૦૩/૨૦૨૩
આરોપીના નામ સરનામા
(૧) પિયુષકુમાર જયંતિભાઇ કાનજીભાઇ જાતે પટેલ ઉ.વ.૩૮ રહે. સી ૪૦૬ ફોરમસીટી મોડાસા તા.મોડાસા જી.અરવલ્લી મૂળ રહે તખતગઢકપા તા.પ્રાતિજ જિ.સાબરકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here