માલદીવથી ઉડાન ભરી સી પ્લેન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચ્યુ… 19 સીટર પ્લેન બનસે નવુ નજરાણું

કેવડીયા કોલોની,(નર્મદા)
આશિક પઠાણ

કેરલાના વેનડીરુઠી ખાતે પ્રથમ ઉતરાણ કરી સીધુજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા સી પ્લેનના ટ્રાયલ રન લેવાયા-અમદાવાદ જવા રવાના

નર્મદા જીલ્લામા આવેલ કેવડીયા કોલોની ખાતેની વિશ્વની સહુથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસનને આંતર રાષ્ટ્રીય ફલક ઉપર વિકસીત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કૃત નિશ્ચયી હોય ને અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે 31 મી ઓક્ટોબરના રોજ સી પ્લેનનુ રાષ્ટ્રિય એકતા દિવસની ઉજવણીના અવસરે દેશવાસીઓ માટે લોકાર્પણ કરનાર છે.

ગતરોજ સી પ્લેને માલદીવ થી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઉડાન ભરી હતી જે સહુ પ્રથમ માલદીવથી કેરલાના વેનડીરુઠી ખાતે પ્રથમ ઉતરાણ કર્યું હતું.ત્યાથી સીધુંજ આજરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચ્યુ હતું. જયાં સુરક્ષિત લેન્ડીંગ કર્યુ હતુ, અને ટ્રાયલ રન માટે અમદાવાદ પણ સી પ્લેન રવાના થયું હતુ.

સી પ્લેન 19 સીટર વ્યવસ્થા વાળુ હોય ને તેમા મર્યાદિત મુસાફરો મુસાફરી કરી શકસે. સ્ટેચયુ ઓફ યુનિટી પાસેના સરદાર સરોવર નર્મદા ડેમના તળાવ નંબર 3 ઉપર બનાવેલ જેટી ઉપર સી પ્લેને ઉતરાણ કર્યું હતું. સી પ્લેનનુ ઉદધાટન વડાપ્રધાન મોદીના હસ્તે થનાર હોય જેટી ને આખરી ઓપ આપી દેવામાં આવેલ છે. મુસાફરો માટે એરપોર્ટ જેવી વેઇટિંગ સહિતની અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ પણ કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here