સિદ્ધપુર સહિત સમસ્ત પાટણ જિલ્લામાં ઈદ-ઉલ -ફિત્રની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

દાઉદી વ્હોરા સમાજે સોમવારે ઈદની પરંપરાગત ઉજવણી કરી

શહેર-તાલુકામાં મુસ્લિમ બિરાદરો કબ્રસ્તાનમાં જઈ મર્હુમોની કબર પર ફૂલ ચઢાવી,મસ્જિદોમાં ઈદની ખાસ નમાજ અદા કરી રમઝાન ઈદની ઉજવણી કરી

ઈસ્માલ ધર્મના પવિત્ર રમઝાન માસની કઠીન રોજા સાથે સિદ્ધપુર શહેર અને તાલુકાના કેટલાક ગામોમાં અલ્લાહની ઈબાદત કરવામાં આવી હતી.દરમિયાનમાં ગઈકાલે ઈદનો મુબારક ચાંદ દેખાતા આજે મંગળવારે સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-ઉલ-ફિત્રની પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.ઈદના તહેવાર નિમિત્તે શહેર-તાલુકામાં આવેલી તમામ મસ્જિદોમાં વહેલી સવારે ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી.આ પ્રસંગે સિદ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, જીઆઈડીસીના પૂર્વ ચેરમેન બલવંતસિંહ રાજપૂત સહિતના કોંગ્રેસ-ભાજપના રાજકીય -સામાજિક આગેવાનોએ મુસ્લિમ ભાઈ-બહેનોને રમઝાન ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી.અલ્લાહની બંદગીના પવિત્ર રમજાન માસના ૩૦ રોજા પૂરા થયા બાદ ઈદના ચાંદના દિદાર થતાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મંગળવારે ઈદ-ઉલ-ફિત્ર (રમજાન ઈદ)ના તહેવારની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. મુસ્લિમ બિરાદરો દ્વારા મંગળવારે સવારે ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરી એેક બીજાને ગળે લગાડી પરસ્પર ઈદની મુબારક બાદી પાઠવી હતી.બાદ કબ્રસ્તાનોમાં આવેલ મર્હુમોની કબર પર ફૂલ ચઢાવી તેમને યાદ કર્યા હતા.સિદ્ધપુરમાં દાઉદી વ્હોરા સમાજના લોકોએ સોમવારે પવિત્ર રમજાન માસ પૂરો થતાં ઈદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.ઈદ નિમિત્તે સિદ્ધપુર શહેરના વ્હોરા સમાજ દ્વારા મસ્જિદ સહિત પાક સ્થળોએ ઈદની ખાસ નમાજ પઢી દુઆઓ કરાઈ હતી. નમાજ બાદ એકબીજાને ગળે લગાડી પરસ્પર ઈદની મુબારકબાદી પાઠવી હતી. વ્હોરા સમાજના કબ્રસ્તાન માં જઈને મર્હુમોની કબર પર ફૂલ ચઢાવી દુઆઓ કરાઈ હતી.દાઉદી વ્હોરા સમાજની અંજુમને નઝમી જમાત તથા બુરહાની કમિટીના આગેવાનો તેમજ કાર્યકરોએ પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here