સિદ્ધપુર પંથકમાં અખાત્રીજે ખેડૂતોએ વાવેતરના શ્રીગણેશ કર્યાં

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર પંથકમાં અક્ષય તૃતીયા(અખાત્રીજ)ના પવિત્ર દિવસે ખેડૂતોએ ખેતરમાં ધરતીમાતા અને હળ,લાકડું,ટ્રેક્ટર જેવા ખેતીના ઓજારો તેમજ બળદની પૂજા-અર્ચના કરીને નવા વાવેતરના શ્રીગણેશ કર્યા હતા. તાલુકાના ધરતીપુત્રોએ પોતાના ખેતરમાં જઇ ધરતીમાતાની પૂજા-અર્ચના કરી ખેતરમાં હળ લાકડું, ટ્રેકટર ચલાવી ખેતરમાં વાવેતર માટેની કામગીરીનું આજના શુભ દિવસે શુભ મુહૂર્ત કર્યું હતું.આધુનિક ખેતી કરતો આધુનિક ખેડૂત અખાત્રીજના શુભમુહૂર્ત આજેય ભુલ્યો નથી.હળ લાકડા સાથે જોતરાતા બળદને જગતનો તાત આજેય ઘરના સભ્ય તરીકે જ પૂજે છે.સિંચાઈની અવનવી પદ્ધતિથી તેમજ ટ્રેકટ્રર દ્વારા ખેતી કરતો થયેલો ખેડુતવર્ગ આજે પણ વડીલોની જુની પરંપરા પર અડગ છે.દર વર્ષે વૈશાખ સુદ-૩ અખાત્રીજ ખેતી માટેનો શુભદિવસ ગણાય છે. અખાત્રીજના દિવસે ખેડૂતો નવા વર્ષની ખેતીનું શુભ મુહૂર્ત કરતા હોય છે. આધુનિક યુગમાં ખેડુતો આપણા દેશની સંસ્કૃતિ પ્રમાણે આજેય અખાત્રીજ ના મહત્ત્વને સમજી જુની પધ્ધતિ અપનાવી ખેતીકામ ની શરુઆત કરતા હોય છે.તાલુકાના કલ્યાણા ગામના ડે.સરપંચ એવા ખેડૂત ભુપેન્દ્રસિંહ વાઘેલા એ આજના દિવસે ખેતરમાં ધરતીમાતાની પૂજા-અર્ચના કરી હળોતરા કરી કણ માંથી મણ પકવનાર તમામ ધરતીપુત્રોને આવનારા નવા વર્ષમાં ખેતીલાયક વરસાદ થાય અને પાકનુ મબલખ ઉત્પાદન થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. અખાત્રીજનો દિવસ એટલે વણજોયું મૂરત એમ વૃધ્ધો માં કહેવત છે.અક્ષયતૃતિયા એટલે અખાત્રીજના દિવસે લોકો સોના ચાંદીની ખરીદી કરે છે સાથે શુભકાર્યો પણ કરે છે.બીજીબાજુ ધરતી પુત્રો માટે આ દિવસ વિશેષ ગણાય છે.આ દિવસે ગામ ના ખેડૂતો એકઠા થઈ હડોતરા કરે છે એટલે કે ખેતરમાં જઈ ધરતી ખેડવાની શરૂઆત કરે છે. ધરતીપુત્રો આ દિવસે પોતાના બળદોના શિંગડે રંગરોગાન કરતા હોય છે. અને એકઠા મળી ખેતર ખેડવાની શરૂઆત કરે છે. જે ખેડૂતો પાસે બળદ નથી હોતા તેઓ ટ્રેક્ટર સાથે પણ ખેતરમાં જતા હોય છે પરંતુ અખાત્રીજના દિવસે જ ખેતર ખેડવાની શરૂઆત કરતા હોય છે.અખાત્રીજે ખેડુતો વહેલી સવારે હળોતરા,કોદાળી,પાવડા,
બળદ,ટ્રેકટરને તિલક કરી દીપ પ્રગટાવી ગોળધાણા ખાઈ મોં મીઠું કરી ઓજારો-સાધનોને નાડાછ્ડી બાંધી શુભમુહુર્તે ખેતીની શરુઆત કરતા હોય છે.કોરોના મહામારી માં જગતના તાતે વિશ્વને કોરોનાથી બચાવવા ધરતી માતાની વિશેષ સાધના-પૂજા કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here