સિદ્ધપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી…

સિધ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર શહેરમાં નવા ભીલવાસ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ દિવસની ઉજવણીના ભાગરૂપે સમાજના કનુ ભાઈ રઘુભાઈ ભીલે વાલ્મિકી ઋષિનું, રમેશ ભાઈ પોપટભાઈ ભીલે શબરી માં નું સ્ત્રી પાત્ર તેમજ એકલવ્ય જેવા હિન્દૂ ધર્મમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા પોતાના ભીલ સમાજના વિરલ વ્યક્તિઓની વેશભૂષા કરવામાં આવ્યા હતા.ભીલ સમાજ આદિઅનાદિ કાળમાં જે વેશભૂષા પહેરતો હતો તેને યાદ કરી સમાજના લોકોએ ઉમળકા ભેર તેવી વેશભૂષા પહેરીને તેમને અનોખી રીતે યાદ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here