સિદ્ધપુર ભારત વિકાસ પરિષદ દ્વારાવૃક્ષારોપણ તેમજ ગૌમાતા પૂજનનો કાર્યક્રમ યોજાયો

સિદ્ધપુર,(પાટણ) ,આશિષ કુમાર પાધ્યા :-

સિદ્ધપુર ભારત વિકાસ પરિષદ દ્વારા ઉત્તર પ્રાંતના ઉપપ્રમુખ ઉર્વેશ પંડ્યાની અધ્યક્ષતામાં પરિષદના સભ્યો દ્વારા આયુર્વેદિક ઔષધિઓના છોડ (રોપાઓ)લાવીને તેનું વૃક્ષારોપણ કરવામાં આવેલ હતું.પરિષદની બહેનો દ્વારા વૃક્ષોને રાખડી બાંધી તેનું જતન કરવામાં આવ્યું હતું.પરિષદના સભ્યો દ્વારા વાવેલ વૃક્ષોનું જતન કરવા માટે વ્રુક્ષોને દત્તક લેવામાં આવ્યા છે.
આ કાર્યક્રમની સાથે ગૌ માતા પૂજનનો કાર્યક્રમ પણ કરવામાં આવેલ હતો.જેમાં ગૌમાતાનું પૂજન કરી ગૌમાતાને ખોળ અને ચારો અર્પણ કરવામાં આવેલ હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ સુનિલ પરીખ ઉપરાંત પ્રકાશ સ્વામી, ગૌરાંગ શુક્લ,નિલેશ ભટ્ટ, કલ્પેશ પંડ્યા,વિરલ ભટ્ટ, સંજયસિંહ રાવ,રણજીત ચૌહાણ,કનુભાઈ પટેલ, સંજીવન શેઠ વિગેરે સભ્યો એ પ્રશંસનીય કાર્ય કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here