સિદ્ધપુરમાં આસો માસમાં ભરાતી પરંપરાગત પલ્લીઓનું અનેરું ધાર્મિક મહત્વ

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર પાધ્યા :-

ઉત્તર ગુજરાતની ધાર્મિક નગરી સિદ્ધપુર ખાતે આસો માસના શુક્લ પક્ષ અજવાળામાં અલગ-અલગ પવિત્ર મંદિરોમાં સાત જેટલી પલ્લીઓ પરંપરાગત તેમજ શાસ્ત્રોગત વિધી વિધાન સાથે કરવામાં આવે છે. જેમાં દર્શનનો લાહ્વો લઈ નગરજનો સહિત ભક્તજનો ધન્યતાનો અનેરો અનુભવ કરતા હોય છે આ દરેક પલ્લીઓ પોતાનું અલગ અલગ ઈતિહાસીક મહત્વ પણ ધરાવે છે. સિધ્ધપુરના જુના ગંજ બજાર પાસે આવેલા જડિયા વિસ્તારમાં જળિયાવિર દાદાના નિજ મંદિરે પલ્લી મેળો આજ રોજ આસો સુદ પાંચમના દિવસે ધાર્મિક અને આનંદોલ્લાસ સાથે યોજાયો હતો. આ મંદિર આશરે ૧૫૦૦ વર્ષ જૂનો હોવાનું કહેવાય છે સોમપુરા શાખાના બ્રાહ્મણ પરિવારના વડવાઓ યાત્રાએ જતા જળ એટલે કે પાણીના લીધે વિરદાદા મળી આવ્યા હતા જેથી તેમનું જળીયાવિર દાદા નામ અપાયું હોવાનું મનાય છે.

સિદ્ધપુરમાં પરંપરાગત રીતે ભરાતી પલ્લી મહોત્સવ

આસો સુદ ચોથ ગણપતિ દાદાની પલ્લી – કાળા ભટના મહાઢપાસે, આસો સુદ પાંચમ જળીયાવિર દાદાની પલ્લી – જડિયાવિર વિસ્તાર, આસો સુદ છઠ સિકોતર માતાજીની પલ્લી – પશુવાદળની પોળ વિસ્તાર, આસો સુદ સાતમ કનકેશ્વરી માતાજીની પલ્લી – ખીલાતરવાડાના મહાઢમા, આસો સુદ આઠમ સહસ્ત્રકળા માતાજીની પલ્લી – લાલપુર મુકામે, આસો સુદ ચૌદસ ખડાલીયા હનુમાનદાદાની પલ્લી – રાજપુર વિસ્તાર, આસો વદ ચૌદસ (કાળી ચૌદસે) છબીલા હનુમાન દાદાની પલ્લી – જુની હોરવાડ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here