પ્રકૃત્તિની આપણે રક્ષા કરીશુ તો પ્રકૃત્તિ આપણી રક્ષા કરશે એટલે સરકાર પ્રકૃત્તિ અને જીવશ્રુષ્ટિની રક્ષા માટે કટિબધ્ધ છે – કેન્દ્રીય પર્યાવરણ,વન અને જળવાયુ પરિવર્તન રાજયમંત્રી શ્રી અશ્વિનિકુમાર ચૌબે

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

કેવડીયામાં જંગલ સફારીનું નિર્માણ થયુ છે તે પ્રમાણે પ્રેરણા લઇને ભવિષ્યમાં પ્રાણી સંગ્રહાલયોનું નિર્માણ કરવુ એ આજનાં સમયની માંગ છે – ગુજરાતનાં વન-પર્યાવરણ મંત્રી(રાજયકક્ષા) શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા (પંચાલ)

કેન્દ્રીય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણ આયોજીત પ્રાણી સંગ્રહાલયો નાં નિયામકશ્રીઓ અને પશુચિત્સકોનાં દ્રિ-દિવસીય સંમેલનનો પ્રારંભ

સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં સાનિંધ્યમાં કેવડીયા ખાતે આજથી કેન્દ્રીય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલ ઝુલોજીકલ પાર્ક,કેવડીયાનાં યજમાનપદે આયોજીત દ્રિ-દિવસીય પ્રાણીસંગ્રહાલયોનાં નિયામકશ્રીઓ અને પશુચિત્સકોનાં સંમેલનનો કેન્દ્રીય વન,પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી અશ્વિનીકુમાર ચૌબે અને ગુજરાતનાં વન અને પર્યાવરણ રાજયમંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા (પંચાલ)ની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો છે.આ સંમેલનમાં ભારતનાં વિભિન્ન રાજ્યોમાંથી પધારેલ ૧૦૦ થી વધુ પ્રાણીસંગ્રહાલયોના પ્રતિનિધીશ્રીઓએ ભાગ લઇ રહ્યા .આ ઉપરાંત દેશનાં અલગ-અલગ રાજ્યોનાં ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન પણ જોડાયા છે.
સમારોહનાં અધ્યક્ષસ્થાનેથી ઉદ્ઘાટન સત્રને સંબોધતા કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિનિકુમાર ચૌબેએ જણાવ્યુ હતુ કે, પ્રકૃત્તિની આપણે રક્ષા કરીશુ તો પ્રકૃત્તિ આપણી રક્ષા કરશે એટલે સરકાર પ્રકૃત્તિ અને જીવશ્રુષ્ટિની રક્ષા માટે કટિબધ્ધ છે. મને ગૌરવ થાય છે કે જ્યા આજે આપણે ભેગા થઇને ચિંતન કરવાનાં છે તેવી આ ભૂમી કે જે સાંસ્કૃતિક ચેતનાં અને રાષ્ટ્રીય ઉત્થાન માટે ઉમદા યોગદાન આપનાર દેશનાં લોખંડી પુરુષ સરદાર સાહેબની ભૂમી છે. ઘણી ખુશીની વાત છે કે, મનુષ્યજીવ માટે તો બધા જ વિચાર કરે છે પણ પિંજરામાં બંધ વન્યજીવ શ્રુષ્ટિ માટે વિચાર-મંથન આ દ્રિ-દિવસીય સંમેલનમાં થનાર છે.કેવડીયાની ભૂમી વસુધૈવ કુટુંબકમની ભાવનાને જાગૃત કરે છે. ભારતનાં ૧૩૪ જેટલા પ્રાણીસંગ્રહાલયો અને ૧૪ જેટલા રેસ્ક્યુ સેન્ટર દ્વારા વન્યજીવોનું સંવર્ધન અને સંરક્ષણનું ઉત્તમ કાર્ય થઇ રહ્યુ છે. કેન્દ્રીય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણનો મુખ્ય ધ્યેય છે કે,પ્રાણીસંગ્રહાલયોનું વ્યવસ્થાપન,વન્યજીવ શ્રુષ્ટિની ઉત્તમ તબીબી સારવાર યોગ્ય રીતે થાય તે જોવાનો છે.

સમારોહમાં ઉપસ્થિત ગુજરાતનાં વન અને પર્યાવરણ રાજયમંત્રી શ્રી જગદીશભાઇ વિશ્વકર્મા (પંચાલ)એ પોતાનાં ઉદબોધનમાં જણાવ્યુ હતુ કે, જે રીતે કેવડીયામાં જંગલ સફારીનું નિર્માણ થયુ છે તે પ્રમાણે પ્રેરણા લઇને ભવિષ્યમાં પ્રાણી સંગ્રહાલયોનું નિર્માણ કરવુ એ આજનાં સમયની માંગ છે.ભારત દેશમાં આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહી છે ત્યારે માં નર્મદાનાં પવિત્ર તટ પર પશુ-પક્ષીઓનાં સંવર્ધન માટે ઉમદા ચર્ચા થશે જેનો નિચોડ આગામી સમયમાં પ્રાણી સંગ્રહાલયોનાં સંચાલનમાં ખુબ જ ઉપયોગી પુરવાર થશે.લોકોમાં વન્યજીવ શ્રુષ્ટિ પ્રત્યે જાગૃતિ ફેલાય તે માટે સોશિયલ મિડીયા પ્લેટફોર્મનો બહોળો ઉપયોગ કરવાની હિમાયત કરી હતી.પ્રાણીસંગ્રહાલયોનાં સંચાલનમાં આધુનિકતા લાવવા પર બેઠકમાં અનુભવોનું આદાન-પ્રદાન કરવાની જરૂરીયાત પર પણ તેઓશ્રીએ ભાર મુકયો હતો.

સમારોહનાં પ્રારંભે મંત્રીશ્રીઓ અને અન્ય મહાનુભવોએ વાઇલ્ડલાઇફ થીમ પર યોજાયેલ પ્રદર્શનની મુલાકાત લઇને વિસ્તૃત જાણકારી મેળવી હતી.આ પ્રસંગે કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગનાં ડાયરેકટર જનરલ શ્રી સુભાષ ચંદ્રા, કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગનાં એડીશનલ ડાયરેકટર જનરલ (વાઇલ્ડ લાઇફ) શ્રી સૌમિત્ર દાસગુપ્તા, કેન્દ્રીય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણનાં સભ્યસચિવશ્રી સત્યપ્રકાશ યાદવ,ગુજરાતનાં ચિફ વાઇલ્ડ લાઇફ વોર્ડન શ્રી શ્યામલ ટીકાદાર, કેન્દ્રીય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણનાં ડીઆઇજી ડૉ. સોનાલી ઘોષ, સરદાર વલ્લભભાઇ પટેલ ઝુલોજીકલ પાર્ક,કેવડીયાનાં નિયામક શ્રી ડૉ. રામરતન નાલા ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here