કલેક્ટરશ્રી સુજલ મયાત્રાનાં અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતીની બેઠક યોજાઈ…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

જિલ્લામાં સાતત્યપૂર્ણ વિકાસના નિશ્ચિત લક્ષ્યાંકો અનુસાર પ્રદર્શન સંબંધિત વિગતવાર ચર્ચા કરી જરૂરી સૂચના-માર્ગદર્શન આપ્યા

પંચમહાલ જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતીની બેઠક સેવાસદન-1 ગોધરા ખાતે યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ પદાધિકારીશ્રીઓ દ્વારા વિવિધ મુદ્દે રજૂ કરાયેલ પ્રશ્નોના જવાબ સહિતની બાબતો અંગે વિગતવાર માહિતી મેળવતા જરૂરી નિર્દેશ-સૂચના સંબંધિત અધિકારીઓને આપ્યા હતા. ભાગ-1 હેઠળ મળેલ અરજીઓ નિશ્ચિત સમયમર્યાદામાં નિકાલ કરવા, પેન્ડિંગ પેન્શન કેસો ઝડપથી તૈયાર કરવા, બાકી તુમાર, સરકારી કચેરીઓની બાકી નિકળતી નાણા વસૂલાત-ચૂકવણા, કચેરી તપાસણીની કાર્યવાહી, પ્રશ્નો અને જરૂરિયાત સંદર્ભે જમીનની માપણી, વિજિલન્સના કેસો સહિતની બાબતો અંગે કલેક્ટરશ્રીએ જરૂરી સૂચના માર્ગદર્શન સંબંધિત અધિકારીઓને આપ્યા હતા. નિવાસી અધિક કલેક્ટરશ્રી મહિપાલસિંહ ચુડાસમાએ સમગ્ર બેઠકનું સંચાલન હાથ ધર્યુ હતું. જિલ્લા આયોજન અધિકારીશ્રી ભાભોરે જિલ્લા કક્ષાના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (એસડીજી) વિશે સંકલન સમિતીની વિગતવાર માહિતી આપી હતી. અલગ-અલગ લક્ષ્યાંક પ્રમાણે કુલ 149 ઈન્ડિકેટર્સ પૈકી સ્ટેટ ઈન્ડિકેટર્સની સરખામણીએ નબળો દેખાવ ધરાવતા ઈન્ડિકેટર્સ વિશે સબંધિત કચેરીના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ઈન્ડિકેટર્સ વાઈઝ પરફોર્મન્સ સુધારવા માટેના એકશન પ્લાન તૈયાર કરી આયોજન કચેરીને તાત્કાલિક મોકલી આપવા સૂચના આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડ, જિલ્લા પોલિસ વડા ડો. લીના પાટિલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી મહિપાલસિંહ ચુડાસમા, પ્રાંત અધિકારીશ્રી સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here