બોડેલી M.G.V.C.L. ના અધિકારીની મનમાની સામે આવી… દુકાનદારે નવુ વીજ કનેક્શન માગતા 5557 રીડિંગ વાળું જુંનું મીટર પધરાવી દઈ 70 હજાર ભરવા જણાવતા દુકાનદાર મુજવણમાં મુકાયો…

બોડેલી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

છોટાઉદેપુર ના બોડેલી તાલુકા ના ચાચક ગામ ની લક્ષ્મી સોસાયટી માં આવેલ દુકાન જેનો નંબર 73/A/23 છે જેના મલિક ખત્રી જૈનબબેન ઈરફાનભાઈ એ આજ થી બે માસ પૂર્વે દુકાન માટે M.G.V.C.L. માં નવા વિજપુરવઠા ની માંગ માટે આરજી કરી હતી જેને લઈ M.G.V.C.L. દ્રારા એસટીમેંટ આપવા માં આવ્યું હતું . જેના 6067 રૂપિયા ગ્રાહકે 1-2-2022 ના રોજ ભરી દીધા હતા . પરંતુ  નવું વીજ મીટર નાખવા માં ના આવતા ગ્રાહકે બોડેલી M.G.V.C.L. પર જઈ નવું મીટર લગાડવા માં આવ્યું નથી તેવી જાણ કરતાં વીજ કંપની ના અધિકારી એ જણાવ્યું કે તમારી દુકાન માં વીજ મીટર લગાડી દેવા માં આવ્યું છે ત્યાર બાદ ગ્રાહકે દુકાન પર જઈ જોયું તો વિજમીટર લગાડવામાં તો આવ્યું હતું પરંતુ જે મીટર લગાડવા માં આવ્યું હતું તે જૂનું હતું અને તેનું મીટર રીડિંગ 5557 હતું જેથી તાત્કાલિક M.G.V.C.L. ની ઓફિસ માં ગ્રાહકે જાણ કરી હતી . જેથી વીજ કંપની ના ડે. એંજિનિયરે જણાવ્યુ હતું કે જે મીટર તમારી દુકાને લાગેલું હતું તે તમારા નામ પર કરી દેવા માં આવ્યું છે અધિકારી ના કહેવા પ્રમાણે જે દુકાન પર મીટર લાગેલ હતું તો ટ્રાન્સફર નવા ગ્રાહક ના નામ પર કર્યું તો તેમણે એસટીમેંટ ચાર્જ કેમ ભરાવ્યો…? ડોક્યુમેન્ટ નવા કનેક્શન ના કેમ માગ્યા..? એ પણ એક સવાલ થઈ રહ્યો છે.
જેથી ગ્રાહકે જે મીટર રીડિંગ છે તેનું શું…? તેવું અધિકારી ને કહેતા અધિકારી એ રીડિંગ જે હોય તે પ્રમાણે પૈસા ભરી દેવા પડસે તેમ જણાવતા ગ્રાહક ના પગ નીચે થી જમીન ખસી ગઈ હતી . કેમકે જે રીડિંગ હતું તે પ્રમાણે 70 હજાર ભરવા પડે તેમ હતા . અધિકારી એ તે પૈસા તમારે ભરવા પડસે તેમ જણાવી  ઉદ્ધાતાઈ ભર્યું વર્તન પણ કર્યું હતું  . હવે સવાલ એ ઊભો થાય છે કે જે નવા વીજ મીટર માટે માંગણી ગ્રાહકે કરી તો તેને જીરો જીરો વાળું નહી પરંતુ 5557  રીડિંગ ફરી ગયેલ  જૂનું મીટર કેમ…? ફક્ત વીજ પુરવઠા ની માંગ બે માસ થયો છે વીજ કનેક્શન નો ઉપયોગ કર્યો નથી દુકાન ચાલુ કરી નથી તો કેમ વીજ મીટર ના રીડિંગ પ્રમાણે બિલ ગ્રાહક ભરે…? પણ અધિકારી ગ્રાહક ની વાત સાભાળવા તૈયાર નથી . બોડેલી  M.G.V.C.L. ના ડે. ઇંજિનિયર ની આડોડાઈ ને લઈ દુકાનદાર પોતાની દુકાન ચાલુ કરી શકતો નથી . ત્યારે દુકાનદાર ની વાત અધિકારી સાભાળવા તૈયાર ના હોય ગ્રાહકે બોડેલી મામલતદાર ને ફરિયાદ કરતી અરજી આપી છે
આ બાબતે જો યોગ્ય તપાસ કરવા માં આવે તો મોટો ભ્રષ્ટાચાર અને સાચી હકીકત સામે આવે તેમ છે. સવાલ એ પણ ઊભો થાય છે કે ગ્રાહકે વીજ પુરવઠા નો ઉપયોગ કાર્યોજ નથી તો બિલ ભરવા માટે કેમ ગ્રહાક ને દબાણ કરવા માં આવે છે . હાલ તો દુકાનદાર તેની દુકાન શરૂ કરી શકતો નથી ત્યારે ગ્રાહક માંગ કરી રહ્યો છે M.G.V.C.L. ના ઉચ્ચ અધિકારી તેમની સાથે ન્યાય કરે અને યોગ્ય તપાસ કરી નવું જીરો જીરો રીડિંગ વાળું મીટર લગાવી આપે તેવી માંગ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here