સિદ્ધપુરનીએડનવાલા સ્કૂલ ખાતે સ્કૉલર વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર :-

સિધ્ધપુર એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત તાહેર એન્ડ હુસેન આદમઅલી એડનવાલા પ્રાયમરી સ્કૂલ ખાતે આજરોજ ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.આ સમારંભમાં સિધ્ધપુરની તમામ શાળાઓના માર્ચ 2020 એસએસસીના પ્રથમ નંબર આવેલ વિદ્યાર્થીઓની જાણીતા કેળવણીકાર મર્હુમ બી.એ.બ્લુ સ્મારક ફંડ એવોર્ડ તેમજ DCB BANK ના મેનેજર રાજેશભાઈ માધુ તરફથી બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા.સિધ્ધપુર ની તમામ સ્કૂલના એચ એસ સી ની માર્ચ 2020 પરીક્ષામાં પ્રથમ નંબર આવેલ વિદ્યાર્થીને જાણીતા કેળવણીકાર મર્હુમ પ્રોફેસર એમ.એચ મલેક સ્મૃતિ એવોર્ડ થી સન્માનિત તથા કોલેજમાં બી.એ અને બીકોમમાં પ્રથમ નંબર લાવેલ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. સંસ્થાના માનવંતા આદ્ય સ્થાપક મર્હુમ સૈફુદ્દીન તાંબાબાલાની સ્મૃતિમાં ધોરણ 1 થી 12 ના મૂલ્યાંકનના આધારે પસંદગી પામેલ વિદ્યાર્થી ઓનું કાકાજી એવોર્ડ થી સન્માન અને કાકાજી ના સુપુત્ર જનાબ યુસુફભાઈ તાંબાવાલા તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.આ ઉપરાંત એસ.એસ.સી.તથા એચ.એસ.સી.ના પ્રથમ આવેલ વિદ્યાર્થીઓને સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી જનાબ અસગરભાઈ શાહપુરવાલા તરફથી રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો સંસ્થાના માજી મેનેજિંગ ટ્રસ્ટી જનાબ જે.ડી મન્સુરી તરફથી એડનવાલા સ્કૂલના એસએસસી તથા એચએસસી ના માર્ચ 2020 ની પરીક્ષામાં પ્રથમ ત્રણ નંબરના વિદ્યાર્થીઓને તેમના માતૃશ્રી મર્હુમમાં રતનબેન દાઉદભાઈ મન્સુરીની યાદમાં સ્મૃતિ એવોર્ડ તથા રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ સમારંભના અધ્યક્ષ તરીકે જનાબ હાજી અબરાર અલી સૈયદ હાજર રહ્યા હતા.આ ઉપરાંત રાજેશભાઈ માધુ, મનીષભાઈ આચાર્ય (શેઠ), જનાબ હાજી જહુરભાઈ મનસુરી, જનાબ હાજી યુસુફભાઇ ચશ્માવાલા, ગોવિંદભાઈ દરજી, નગરપાલિકા ઉપપ્રમુખ નારીભાઈ આસનાની, જનાબ હનીફ ખાન પોલાદી, સિદ્ધપુર નગરપાલિકાના કોર્પોરેટર જનાબ કૈયુમભાઇ પોલાદી તેમજ બંને શાળાના આચાર્ય અને સ્ટાફમિત્રો તથા ઇનામ મેળવનાર વિદ્યાર્થીઓ અને વાલીગણ હાજર રહ્યા હતા .આ સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પ્રવચન હાઈસ્કૂલ ના આચાર્ય શ્રીમતી બિસ્મિલ્લાબેન કાજીએ કર્યુ હતુ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન એડનવાલા પ્રાયમરી સ્કૂલ ના આચાર્ય શ્રીમતી સમીનાબેન શેખે કર્યુ હતુ. કાર્યક્રમની આભારવિધિ પ્રાયમરી સ્કૂલના સુપરવાઇઝર સમીરભાઈ મનસુરીએ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here