પાટણના તત્કાલિન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા નિયમ વિરુદ્ધ કરાયેલા 52 શિક્ષકોના ઓર્ડર આખરે રદ કરી મૂળ જગ્યાએ પરત મોકલાયા

સિદ્ધપુર,(પાટણ) આશિષ કુમાર :-

પાટણ ના તત્કાલીન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બાબુભાઇ ચૌધરી દ્વારા અગાઉ ખોટી રીતે નિયમ ને નેવે મૂકી કરાયેલા ઓર્ડરો પૈકી 52 જેટલા ઓર્ડરો રદ કરી દેવતા શિક્ષક આલમમાં ઉત્તેજના અને દોડધામ મચી જવા પામી છે.કેટલાક મહિના અગાઉ બદલી પામેલા શિક્ષકોને છૂટાં કરવામાં આવ્યા છે.બદલીના આ ઓર્ડરો માં કેટલીક ગેરરીતિ સામે આવતાં તાત્કાલિક અસર થી દરેક ટીપીઇઓને હુકમ કરી યાદી મુજબના શિક્ષકો ને છૂટાં કરવા હુકમ થયો હતો.આથી આ શિક્ષકોને હવે જૂની શાળામાં ફરજ પર જવાની નોબત આવી છે.આ કરાયેલા ઓર્ડરોમાં તાલુકા મુજબ સંખ્યામાં સૌથી વધુ સમી અને સૌથી ઓછા સિધ્ધપુર તાલુકાના શિક્ષકો છે.કુલ 52 શિક્ષકો ને તાલુકા ફેર અથવા શાળા ફેર કરી ગેરરીતિ સુધારવામાં આવી છે.આ અગાઉ કરાયેલ ઓર્ડરોમાં મોટાપાયે ગેરરીતિ આચરાઈ હોવાની ગંભીર લેખિત રજુઆત ગાંધીનગર સ્થિત પ્રાથમિક શિક્ષણ નિયામક કક્ષા એ કરતા નિયામક તેમજ અન્ય અધિકારીઓની તપાસ બાદ પાટણ જિલ્લા માં બદલીમાં થયેલા કૌભાંડ નો પર્દાફાશ થયો છે.તપાસ દરમિયાન નિવેદનો અને કાગળો આધારે તપાસ બાદ કુલ 52 કિસ્સામાં ગેરરીતિ સિધ્ધ થતાં તેમના ઓર્ડરો રદ કરી તેમને મૂળ જગ્યાએ પરત મુકવાના હુકમ થયા છે.આથી પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંબંધિત ટીપીઇઓ યાદી મોકલી જે તે શિક્ષકો ને છૂટાં કરવા આદેશ કરવામાં આવ્યો હતો.જેમાં સમી તાલુકાના સૌથી વધુ 10 શિક્ષકો છે.જ્યારે રાધનપુરના 6,સાંતલપુરના 4,શંખેશ્વરના 5,હારિજના 3, ચાણસ્મા અને પાટણના 7-7, સિધ્ધપુરના 2 અને સરસ્વતી તાલુકાના 8 શિક્ષકોને છૂટાં કરવામાં આવ્યા છે.આમ થતા અન્યાય થયેલા શિક્ષકોને આખરે ન્યાય મળતા તેઓમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here