સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત જિલ્લામાં આવતીકાલે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર અને કિસાન પરિવહન યોજનાના લોકાપર્ણ કાર્યક્રમો યોજાશે

ગોધરા,(પંચમહાલ)
ઈશહાક રાંટા

મહેસૂલ મંત્રીશ્રી કૌશિક પટેલના અધ્યક્ષસ્થાને શહેરા અને કાલોલ ખાતે કાર્યક્રમ યોજાશે

રાજયમાં ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે સાત પગલા ખેડૂત કલ્યાણના કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. આ જ શ્રેણીમાં પંચમહાલ જિલ્લામાં આવતીકાલે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાના લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. તા.૧૦ સપ્ટેમ્બર,૨૦૨૦ને ગુરૂવારના રોજ આત્મનિર્ભર પેકેજ અન્વયે સાત પગલા ખેડુત કલ્યાણના અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાના લોકાર્પણ માટે રાજય અને જિલ્લાકક્ષાએ કાર્યક્રમો યોજાવામાં આવી રહ્યા છે. પંચમહાલ જિલ્લામાં મહેસૂલ મંત્રીશ્રી કૌશિક ભાઈ પટેલની અધ્યક્ષતામાં આવતીકાલે શહેરા અને અને કાલોલ તાલુકામાં મુખ્યમંત્રી પાક સ્ટ્રક્ચર અને કિસાન પરિવહન યોજનાના લોકાપર્ણ કાર્યક્રમ યોજાશે. શહેરા તાલુકામાં નગરપાલિકા હોલ ખાતે સવારે ૧૦.૦૦ કલાકે અને કાલોલ તાલુકામાં મલાવ ગામના કૃપાલુ સમાધિ મંદિર ખાતે બપોરે ૩.૦૦ કલાકે યોજનાર કાર્યક્રમમાં અતિથી વિશેષ પદે પંચમહાલ સાંસદશ્રી રતનસિંહ રાઠોડ, સરદાર પટેલ જળસંચય યોજનાના ચેરમેનશ્રી સરદારસિંહ બારૈયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ, ધારાસભ્યસર્વશ્રી જેઠાભાઈ આહિર, શ્રી સી.કે. રાઉલજી અને સુશ્રી સુમનબેન ચૌહાણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં આત્મનિર્ભર પેકેજ અન્વયે સાત પગલા ખેડુત કલ્યાણના અંતર્ગત જિલ્લાના લાભાર્થીઓને પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવવા અને મીડિયમ સાઇઝ ગુડસ કેરેજ વ્હીકલ ખરીદવા માટે સહાય આપવાની નવી યોજનાઓ અંગે જાણકારી આપવા ઉપરાંત ખેડૂત લાભાર્થીઓને મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here