પંચાયત-પાલિકાની ચૂંટણીમાં ફકીર ઉમેદવાર ઝંપલાવે અને સમાજના પ્રશ્નોને વાચા આપે તેવી અપીલ : આરીફ દિવાન

વાંકાનેર,(મોરબી)
આરીફ દીવાન

સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં બહોળી સંખ્યામાં ફકીર સમાજ વસવાટ કરે છે જેમાં ઓછી સંખ્યામાં રાજકીય ક્ષેત્રે ફકીર સમાજના લોકો છે જેથી રાજકીય ક્ષેત્રે ફકીર સમાજના સરળતાથી ઝડપી ન્યાયિક પ્રશ્નોને વાચા આપી શકે અને સમાજલક્ષી સમાજના કાર્યો કરી શકે તે માટે ગુજરાતમાં મહાનગરપાલિકા નગરપાલિકા ગામ પંચાયત ની ચૂંટણી આવી રહી છે ત્યારે જે તે જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા ફકીર સમાજના યોગ્ય દાવેદાર ઉમેદવાર આપણા ફકીર સમાજના રાજકીય બેનર સાથે અથવા અપક્ષ ચૂંટણી લડવી જે તે શહેર ગ્રામ્ય વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના પ્રજાહિત સમાજ હિત અને રાષ્ટ્રીય હિત કાર્ય કરવા માટે ફકીર સમાજના યુવાનો આગળ આવી સમાજની સાથે ખભેખભો મિલાવી સમાજના સક્રિય આગેવાન તરીકે રાજકીય ક્ષેત્રે ઝંપલાવી આવનારી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી નગરસેવક તરીકેની પદવી પ્રજાના પ્રતિનિધિ તરીકેની આગવી ઓળખ આગળ વધારે તે માટે સર્વે સમાજ સાથે હળી-મળી કોમી એકતાના પ્રતીક કાર્યો કરનાર ફકીર સમાજના અગ્રણીઓ આગેવાનો સમાજસેવકો રાજકીય ક્ષેત્રે ફકીર સમાજના લોકોને સહકાર આપી સમાજ ની જનસંખ્યા સાથે સમાજના યુવાનને સમાજ ચિંતક ને સાથ-સહકાર આપી ગામ પંચાયતનો સભ્ય નગરપાલિકા સભ્યો મહાનગર પાલિકા સભ્ય બને તેવા પ્રયાસો કરે તે તમામ ફકીર સમાજ સમક્ષ અપીલ મોરબીના પત્રકાર આરીફ દીવાને અખબારી યાદીમાં કરી છે।

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here