સાંસદ મનસુખ વસાવા સાથે કોગ્રેસ આગેવાન શકુર પઠાણની તસ્વીર સોશીયલ મિડીયામા વાયરલ થતા ભરુચ – નર્મદા જીલ્લામા રાજકીય ભુકંપ

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

સાંસદ મનસુખ વસાવા એ ધુંઆ પુંવા થઇ ભારતીય ટ્રાયબલ પાર્ટી સહિત ધારાસભ્ય મહેશ વસાવા ને આડે હાથ લીધાં

BTP સસ્તી નેતાગીરી કરી પ્રજા ને ગેરમાર્ગે દોરવાનુ બંધ કરે – સાંસદ મનસુખ વસાવા

દેડિયાપાડા પાસે ની મોવી ચોકડી ઉપર કેટલાક ઇસમો એ આદિવાસી યુવાન યુવતિઓ ઓ ને માર મારતાં તેની પોલીસ મથકમાં કાયદેસર ની ફરિયાદ નોધાઇ છે ત્યારે સમગ્ર મામલે રાજકીય કાવાદાવા પણ ચરમસીમા એ પહોંચ્યા છે. આદિવાસી યુવાન યુવતિઓ ને માર મારનારા નેત્રંગ ગામ ના હોયને સીધોજ શકુર પઠાણ સાથે આ મામલાને જોડાવાનો પ્રયાસ થયો હતો. સાંસદ મનસુખભાઈ વસાવા અને શકુર પઠાણ ની એકસાથે ની તસવીર સોશીયલ મિડીયા મા વાયરલ કરી
ભાજપા કોગ્રેસ ઓર હિન્દુ મુસ્લિમ એકતા કા પ્રતિક સમાન કોમેન્ટ લખવામાં આવી હતી. આ સમગ્ર મામલો સોશીયલ મિડીયા મા ચર્ચાસ્પદ બનેલ છે ત્યારે હાલ સંસદ નૌ ચોમાસુ સત્ર ચાલતું હોય સાંસદ મનસુખભાઈ વસાવા એ જેતે સમયે પોતે હાજર નહોતા નો ખુલાસો કરી ને પોતે સોશીયલ મિડીયા ના માધ્યમ થી BTP ને નિશાના ઉપર લેતાં સમગ્ર મારપીટ નુ પ્રકરણ ભારે ચર્ચાસ્પદ બનેલ છે.

જોકે સાંસદ મનસુખભાઈ વસાવા એ આ બાબતે પોતે સોશીયલ મિડીયા મા વાયરલ કરેલ મેસેજ મા ખુલાસો કર્યો છે કે આ તસ્વીર સ્વામિનારાયણ મંદિર ના એક કાર્યક્રમ મા અને નેત્રંગ તાલુકા ના શિક્ષણ અને વિકાસ ના કામો પ્રસંગે મળવાનું થયું ત્યારની છે, આમ સાંસદ પોતે શકુર પઠાણ ને મળ્યા ની વાત કરી છે.જોકે રાજનીતિ છે પરસ્પર ના હરિફો એક બીજા ને મળતા પણ હોય છે જ. પરંતુ તસવીર મા બન્ને એકબીજા ની સમીપ બેઠાં તો છેજ ” ઓર તસ્વીર કભી જુઠ નહીં બોલતી “

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here