સવાદ ક્વાટર્સ ખાતે મકાનમા રાખેલ વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર દિલીપ ઉર્ફે દિપુ શર્માને પકડી પાડી વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

વડોદરા, સકીલ બલોચ :-

વડોદરા શહેરમાં પ્રોહી-જુગારની પ્રવૃતી નેસ્તનાબુદ કરવા પ્રોહી-જુગારની સતત રેઇડો કરી કેસો કરવાની પોલીસ કમિશ્નર ડો. શમશેર સિંઘ સાહેબ તથા અધિક પોલીસ કમિશ્નર મનોજ નિનામા સાહેબનાઓ તરફથી મળેલ સુચના આધારે, ક્રાઇમ બ્રાન્ચના DCP યુવરાજસિંહ જાડેજા સાહેબ તથા ACP એચ.એ.રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પો.અધિ./કર્મચારીઓની ટીમો પ્રોહી-જુગાર સબંધે વોચ રાખી પ્રોહી-જુગારના કેસો કરવાની કામગીરીમા સતત કાર્યશીલ રહેલ.

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર એમ.એફ.ચૌધરીનાઓની ટીમના પો.સ.ઇ. એ.વી.લંગાળીયા તથા સ્ટાફના માણસોએ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી આધારે ન્યુ વી.આઇ.પી.રોડ સવાદ ક્વાટર્સ ખાતે રેઇડ કરી મકાન પાસેથી ઇસમ નામે દિલીપ ઉર્ફે દિપુ ગોપીચંદ શર્મા રહે.સવાદ ક્વાટર્સ, વડોદરાને પકડી પાડી. સદર ઇસમને સાથે રાખી તેના રહેણાંક મકાનમા તપાસ કરતા સદર ઇસમે મકાનમાં રાખેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયરનો જથ્થો જે મેકડોવેલ્સ નં-૧, ઓલ સીઝન્સ, રોયલ ચેલેન્જ, રોયલ સ્ટેગ, બ્લેન્ડર્સ પ્રાઇડ, ઇમ્પ્રેસન્સ, બીરા બુમ ટ્યુબર્ગ બ્રાન્ડનો કુલ્લે નંગ-૨૬૭ કિ.રૂ.૫૪,૯૦૦/-મળી આવતા. આ તમામ વિદેશી દારૂનો જથ્થો સદર ઇસમ વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે મકાનમા રાખેલ હોય. આ વિદેશી દારૂનો જથ્થો, લાઇટ બીલ કબ્જે કરી આ ઇસમ સામે પ્રોહિબીશન એક્ટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો રજીસ્ટર થવા તેમજ આગળની તપાસ માટે વારસીયા પોલીસ સ્ટેશન સોંપવામા આવેલ છે.
• આરોપીઓના નામ-સરનામા
દિલીપ ઉર્ફે દિપુ ગોપીચંદ શર્મા રહે.સવાદ ક્વાટર્સ, મીલન પાર્ટી પ્લોટ સામે, ન્યુ વી.આઇ.પી.રોડ વડોદરા
૪ કબજે કરવામાં આવેલ મુદ્દામાલ
મેકડોવેલ્સ નં-૧, ઓલ સીઝન્સ, રોયલ ચેલેન્જ, રોયલ સ્ટેગ, બ્લેન્ડર્સ પ્રાઇડ, ઇમ્પ્રેસન્સ, બીરા બુમ, ટ્યુબર્ગ બ્રાન્ડની વિદેશી દારૂ ભરેલ બોટલો તથા બીયર ભરેલ ટીન કુલ્લે નંગ-૨૬૭ કિ.રૂ.૫૪,૯૦૦/- • આરોપીનો ગુનાહિત ઇતિહાસ
આરોપી દિલીપ ઉર્ફે દિપુ શર્મા સામે અગાઉ સીટી, વારસીયા, છાણી, નવાપુરા, બાપોદ, મકરપુરા, બોરસદ પો.સ્ટે.માં ૧૫ થી વધુ પ્રોહિ.ના તેમજ ૦૨ જુગારના તથા ૦૧ વખત રાયોટીંગનો અને બનાવટી દસ્તાવેજ સબંધે એક ગુનો મળી ૧૯ ગુનામાં પકડાયેલ છે. આ દારૂની પ્રવૃતિના કારણે ૦૩ વખત પાસા હેઠળ જેલમા ગયેલ છે.
સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ
ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેકટર એમ.એફ.ચૌધરી, પો.સ.ઇ. એ.વી.લંગાળીયા સ્ટાફના મહેદ્રસિંહ, રાજેશકુમાર, નિતીન, અજીત, કુલદિપ, દેવેંદ્રભાઇ, હરેંદ્રસિંહ, જામસીંગ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here